• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bank Guarantee Of Rs 87.40 Lakh Given Immediately, Accountant Of Amreli Municipality Kept The Chief Officer In The Dark And Conspired With The Bank Employees: Finally Criminal Complaint

ગોટાળો:87.40 લાખની બેંક ગેરંટી બારોબાર આપી દીધી, અમરેલી પાલિકાના એકાઉન્ટન્ટે ચીફ ઓફિસરને અંધારામાં રાખી બેંક કર્મીઓ સાથે મળી ગોટાળો કર્યો : આખરે ફોજદારી ફરિયાદ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમરેલીમા સ્ટ્રેાંગ વાેટર ડ્રેનેજનુ કામ કરનાર અમદાવાદની અેજન્સીની 87.40 લાખની બેંક ગેરંટી અમરેલી નગરપાલિકાના અેકાઉન્ટન્ટે પાેતાની સતામા ન હાેવા છતા ચીફ અાેફિસરની જાણ બહાર બેંકને રીલીઝ કરવા અાેર્ડર અાપી બેંક અધિકારીઅાેની મિલીભગતથી અા ગેરંટી છુટી કરાવતા અાજે નગરપાલિકાના ચીફ અાેફિસરે અેકાઉન્ટન્ટ તથા યશ બેંકના અધિકારીઅાે સામે ફાેજદારી ફરિયાદ નાેંધાવી છે.

અમરેલી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ અાેફિસર રઘુવીરસિંહ ઝાલાઅે અાજે અા બારામા અમરેલી પાલિકાના તત્કાલિન અેકાઉન્ટન્ટ અને હાલના સફાઇ સુપરવાઇઝર પંકજ ડી.જાેષી તથા અમદાવાદની સીજી રાેડ પર અાવેલ યશ બેંકના જવાબદાર કર્મચારીઅાે સામે અમરેલી પાલિકા સાથે છેતરપીંડી કરવા સબબ ફાેજદારી ફરિયાદ નાેંધાવી છે. જેમા ચીફ અાેફિસરે જણાવ્યુ હતુ કે અમરેલી નગરપાલિકા દ્વારા અમૃત યાેજના હેઠળ સ્ટ્રાેંગ વાેટર ડ્રેનેજનુ કામ વી.સી. પ્રાેજેકટ અેન્ડ ઇન્ફ્રા પ્રા.લીમીટેડને અાપવામા અાવ્યું હતુ.

તારીખ 17/9/18ના રાેજ અા માટે વર્કઅાેર્ડર અપાયાે હતાે. અને સ્ટેટ લેવલ ટેકનીકલ કમિટીના ઠરાવ મુજબ 87.40 લાખની સિકયુરીટી ડિપાેઝીટ પાંચ વર્ષ માટે અાપવાની હતી. અા પેઢીઅે 87.40 લાખની બેંક ગેરંટી અમદાવાદની યશ બેંક શાખામા જમા કરાવી હતી. અા બેંક ગેરંટી દર વર્ષે રીન્યુ કરવાની હતી. જેથી દર વર્ષે તે રીન્યુ કરાયાની જાણ અમરેલી નગરપાલિકાને કરવામા અાવતી હતી. તારીખ 31/8/2021ના રાેજ અા બેંક ગેરંટી ફરી રીન્યુ કરવાની હતી. જે અંગે પાલિકાઅે યશ બેંકનાે સંપર્ક કરતા અા રકમ રીલીઝ કરી દેવાઇ હાેવાની જાણ થઇ હતી.

અમરેલી નગરપાલિકાના ઇન્ચાર્જ અેકાઉન્ટન્ટ પંકજ જાેષીઅે પાેતાનાે હાેદાે અને સહીથી બેંકને અા ગેરંટી રીલીઝ કરવા પત્ર માેકલ્યાે હતાે. હકિકતમા માત્ર ચીફ અાેફિસર પાસે જ બેંક ગેરંટી રીલીઝ કરાવવાની સતા છે. પરંતુ પંકજ જાેષીઅે તત્કાલિન ચીફ અાેફિસરને અંધારામા રાખી તેમની જાણ બહાર જ પાેતાની સહીથી બારાેબાર પત્ર લખી નાખી બેંકને માેકલી કાેન્ટ્રાકટર સાથે મિલીભગત કરી હતી. બેંકના કર્મચારીની પણ મિલીભગત હાેય કાેન્ટ્રાકટરની અા રકમ રીલીઝ કરી દેવાઇ હતી. સીટી પાેલીસે પંકજ જાેષીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

સીસ્ટમ ખરાબ થાય તાે ડિપાેઝીટમાંથી રકમ વાપરવાની હતી
નગરપાલિકા દ્વારા રૂપિયા 87.40 લાખની ડિપાેઝીટ અેટલા માટે લેવામા અાવી હતી કે ગેરંટીના સમયગાળા દરમિયાન વાેટર સ્ટ્રાેંગ સીસ્ટમમા કયાંય ખામી સર્જાય અને કાેન્ટ્રાકટર દ્વારા તે અંગે કામ કરવામા ન અાવે તાે બેંક ગેરંટીની અા રકમ જપ્ત કરી તેમાથી કામ કરાવી શકાય.

2023 સુધી રાખવાની હતી બેંક ગેરંટી
વી.સી. પ્રાેજેકટ અેન્ડ ઇન્ફ્રા પ્રા.લીમીટેડને અા રકમ પાંચ વર્ષ સુધી બેંકમા રાખવાની હતી. તારીખ 10/9/18થી તારીખ 9/9/2023 સુધી બેંક ગેરંટી રાખવાની હતી પરંતુ અા પેઢીઅે મિલીભગત કરી મુદત પહેલા જ રકમ વટાવી લીધી હતી.

જાવક નંબર પણ બાેગસ નાખ્યાે હતાે
​​​​​​​પંકજ જાેષીઅે પાેતાની સતા ન હાેવા છતા પાેતાના સહી સિક્કા સાથે રીલીઝ અાેર્ડર લખી નાખ્યાે હતાે. અેટલુ જ નહી અમરેલી નગરપાલિકાના અેકાઉન્ટ દફતરના નામે ખાેટાે જાવક નંબર પણ નાખી દીધાે હતાે. હકિકતમા પાલિકા દ્વારા અાવાે કાેઇ પત્ર લખાયાે ન હતેા.

અન્ય સમાચારો પણ છે...