બેંક હડતાલ:જિલ્લામાં બીજા દિવસે પણ બેંક કર્મચારીઓની હડતાલ યથાવત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી બેંકના ખાનગીકરણના વિરોધમાં અમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ બેંક કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી હતી. - Divya Bhaskar
સરકારી બેંકના ખાનગીકરણના વિરોધમાં અમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ બેંક કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી હતી.
  • આજે તમામ બેંકમાં રાબેતા મુજબ કામગીરી શરૂ : આવતીકાલે ખાતેદારોનો ધસારો વધી જશે

સરકારી બેંકના ખાનગીકરણના વિરોધમાં અમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ બેંક કર્મચારીઓની હડતાલ યથાવત રહી હતી. આવતીકાલથી તમામ બેંકમાં રાબેતા મુજબ કામગીરી શરૂ થશે. બીજા દિવસે પણ હડતાલના કારણે લોકોને પરેશાની વેઠવી પડી હતી. અને જિલ્લામાં 100 થી 150 કરોડનું ટર્નઓવર ઠપ્પ રહ્યું હતું.સરકારી બેંકના ખાનગીકરણના વિરોધમાં ગુજરાત બેંક વર્કસ યુનિયનન દ્વારા બે દિવસ સુધી હડતાલનું એલાન કર્યું હતું. પ્રથમ દિવસે અમરેલીના નાગનાથ ખાતે આવેલ એસબીઆઈ લીડ બેંક ખાતે કર્મચારીઓએ સરકાર વિરૂધ સુત્રોચ્ચાર કર્યા હતા. અને કામગીરીથી અળગા રહ્યા હતા.

ત્યારે બીજા દિવસે પણ બેંક કર્મચારીઓની હડતાલ યથાવત રહી હતી. અને કર્મચારી કામગીરી માટે આવ્યા ન હતા. અમરેલી જિલ્લામાં 430 જેટલા કર્મચારીઓ બે દિવસની બેંક હડતાલમાં જોડાયા હતા.જેના કારણે અમરેલી જિલ્લામાં દરરોજનું 100 થી 150 કરોડનું ટર્નઓવર ઠપ્પ રહ્યું હતું. પણ આવતીકાલથી તમામ બેંકના કર્મચારીઓ રાબેતા મુજબ કામગીરીમાં જોડાશે. બે દિવસની હડતાલના કારણે અનેક લોકોની નાણાંની લેવડ- દેવડ અટવાઈ હતી. સાથે આવતીકાલે બેંક ખુલતાની સાથે જ બેંક ખાતે ખાતેદારોનો ધસારો વધી જશે.

અન્ય સમાચારો પણ છે...