ક્રાઇમ:થોરડીના ધારેશ્વર ડેમ નજીક બનેવીએ સાળાને માર માર્યાે

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાેનમાં ગાળાે અાપતા હાેઇ ના પાડતાં ઉશ્કેરાયા

સાવરકુંડલાના થાેરડી પ્લાેટ વિસ્તારમા રહેતા અેક યુવક તેના બનેવી સાથે ધારેશ્વર ડેમ નજીક ગયાે હતાે ત્યારે યુવકની બહેનને તેના બનેવી ફાેન પર ગાળાે અાપતા હાેય ના પાડતા યુવકને મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.યુવકને મારમાર્યાની અા ઘટના રાજુલામા ધારેશ્વર ડેમ નજીક બની હતી. થાેરડીમા રહેતા હિરેનભાઇ રમેશભાઇ બગડા (ઉ.વ.20) નામના યુવકે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે સાંજના સુમારે તેના બનેવી ગીરીશભાઇ વાલાભાઇ ગાેહિલ સાથે બાઇક લઇને ધારેશ્વર ડેમ ખાતે ગયા હતા.

અા દરમિયાન હિરેનભાઇની બહેન નયનાબેને ગીરીશભાઇને ફાેન કર્યાે હતાે.ગીરીશભાઇ ફાેન પર તેને ગાળાે દેવા લાગ્યા હાેય જેથી ના પાડતા તેઅાે ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળાે અાપી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.અેન.પાેપટ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...