હત્યાની કોશિષ:બનેવીએ સાળીને કહ્યું મારે તારી સાથે લગ્ન કરવા છે; ઇનકાર કરતા ઝેર પાયું

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારીના માધુપુરની યુવતીનંુ મોટર સાયકલ પર અપહરણ કર્યું હતું
  • બનેવી અને બે મિત્રો સામે હત્યાની કોશિષ, અપહરણ અને ધમકી આપવા સબબ ફરિયાદ

ધારી તાલુકાના માધુપુર ગામે રહી મજુરીકામ કરતી યુવતીનુ તેના સગા બનેવીએ મોટર સાયકલ પર અપહરણ કરી લગ્ન કરવા માટે દબાણ કરી સાળીએ ઇનકાર કરતા તેને પરાણે ઝેરી દવા પાઇ દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. અહીં રહેતી 19 વર્ષીય યુવતીએ આ બારામા વડીયાના સનાળી ગામે રહેતા તેના બનેવી સુનીલ ગોપાલ વાઘેલા ઉપરાંત તેના મિત્ર હિતેષ કાંતી વાઘેલા અને વલકુ નારૂ વાઘેલા સામે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે તેની મોટી બહેનના લગ્ન સુનીલ વાઘેલા સાથે થયા છે.

ગત તારીખ 25/12ના રોજ તે ધારી ખાતે દરણું દળાવવા આવી હતી ત્યારે રસ્તામા તેના બનેવીએ આંતરી હતી. તેના બનેવીએ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તેમ કહ્યું હતુ. પરંતુ આ યુવતીએ તેનો ઇનકાર કરતા સુનીલ વાઘેલા અને હિતેષ વાઘેલાએ તેને ધમકી આપી મોટર સાયકલ પર અપહરણ કર્યુ હતુ અને ગઢડા નજીક નાળની ધાર તરીકે ઓળખાતી સીમમા એક ગૌશાળામા તેને લઇ ગયો હતો.

જયાં તારીખ 4/1 સુધી તેને ગોંધી રાખી હતી. તે દિવસે પણ તેણે બનેવી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરતા ત્રણેય જણાએ તેને બળજબરીપુર્વક ઝેરી દવા પાઇ દીધી હતી. બાદમા આ યુવતીને તેના પરિવારને સોંપી દેવાઇ હતી. યુવતીને ઝેરી દવાની અસર થતા હાલમા તેને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાઇ છે. તેણે આ બારામા પોતાના બનેવી અને બે મિત્રો સામે હત્યાની કોશિષ, અપહરણ અને ધમકી આપવા સબબ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...