અમરેલી જિલ્લાના રાજુલા રેન્જમાં આવેલા બર્બટાણા ગામમાં 2 દિવસ પહેલા ટ્રેક્ટર ચાલકે સિંહ પાછળ ટ્રેક્ટર દોડાવી સિંહની પજવણી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારે વનવિભાગની ટીમે આ મામલે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ આજે રાજુલા કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે.
બર્બટાણા ગામમાં 2 દિવસ પહેલા ટ્રેક્ટર ચાલકે સિંહ પાછળ ટ્રેક્ટર દોડાવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ પાલીતાણા શેત્રુંજી ડિવિજના ડી.સી.એફ.જયન પટેલ દ્વારા રાજુલા રેન્જને સૂચના આપી વીડિયો અંગે તપાસ કરી મૂળ સુધી પહોંચવા સૂચના આપી હતી. જેથી રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા પ્રથમ ગુનો નોંધી રાહુલ શ્યામજીભાઈ બલદાણીયાની ધરપકડ કરી હતી. તેમજ જે ટ્રેક્ટર સિંહ પાછળ દોડાવ્યું હતું તે ટ્રેક્ટરને પણ કબજે કર્યું છે. આ કાર્યવહી બાદ રાજુલા ઇન્ચાર્જ આર.એફ.ઓ.જીજવાડીયા દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ રાજુલા કોર્ટ દ્વારા આજે આરોપીના જામીન મંજૂર કર્યા છે.
રાજુલાના બર્બટાણા ગામમાં સિંહની પજવણી કરતો વીડિયો સોશ્યલ મીડીયા ઉપર વાયરલ થયો હતો. ત્યારે વનવિભાગ દ્વારા ગંભીર નોંધ લેવાય હતી અને સિંહની પજવણી કરનાર સામેકાર્યવાહીના આદેશ આપ્યા હતા.
રાજુલા વનવિભાગ દ્વારા સમગ્ર વિસ્તારના લોકોને સિંહ સહિત વન્યપ્રાણીની પજવણી નહી કરવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત આ પ્રકારે કોઈ સિંહ અથવા વન્યપ્રાણીની પજવણી કરે તો તેમની માહિતી વનવિભાગને ઝડપથી આપવી જેથી કાર્યવાહી કરી શકાય તેવી પણ અપીલ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.