તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડગ્રેબીંગ:અમરેલીનાં લેન્ડગ્રેબીંગ પ્રકરણમાં 13 વેપારીઓના જામીન મંજુર

અમરેલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જમીન ફાળવવા પાલિકામાં ઠરાવ પણ થયા હતાં

અમરેલીમા જેશીંગપરા વિસ્તારના શિવાજી ચાેકમા પાકી દુકાનાે બન્યા બાદ અચાનક વહિવટી તંત્ર દ્વારા કેબીન ધારકાે પર લેન્ડગ્રેબીંગનાે કાયદાે લગાવાયાે હતાે. અને 14 વેપારીઅાેને જેલમા ધકેલી દેવાયા હતા. ત્યારે અાજે અા પ્રકરણમા કાેર્ટે 13 વેપારીઅાેના જામીન મંજુર કરતા વેપારીઅાેઅે રાહત અનુભવી હતી.

જેશીંગપરામા 40 વર્ષથી નાના અને ગરીબ વેપારીઅાે કેબીનમા ધંધાે કરતા હતા. હાઇકાેર્ટે કેબીન ધારકાેની માંગણી માટે સહાનુભુતિપુર્વક વિચારવાનાે ચુકાદાે અાપ્યાે હતાે. અા ચુકાદા બાદ પાલિકાઅે સરકાર પાસેથી અા જમીન મેળવી કેબીન ધારકાેને દુકાનાે બનાવવા જમીન ફાળવવાના વખતાે વખત ઠરાવ કર્યા હતા. તમામ વિભાગાે દ્વારા પાેઝીટીવ અભિપ્રાય અપાયા હતા. અહી પાલિકાના ઠરાવ અને સુચના પછી કેબીન ધારકાેઅે અા જગ્યા પર પાકી દુકાનાે બનાવી હતી. જાે કે બાદમા અચાનક વહિવટી તંત્ર દ્વારા ગરીબ કેબીન ધારકાે પર લેન્ડગ્રેબીંગનાે કાયદાે લગાવાયાે હતાે અને વેપારીઅાેની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા. અને દુકાનાે હટાવવાની પણ નાેટીસ અાપવામા અાવી હતી.

અા પ્રકારના અન્યાય સામે વેપારી અાલમમાથી કેબીન ધારકાેને દુકાનાેને રેગ્યુલાઇઝ કરી અાપવા સુર ઉઠયાે હતાે. જાે કે અા પ્રકરણમા અાજે અહીની સેશન્સ કાેર્ટે 13 વેપારીઅાેના જામીન મંજુર કરી દીધા હતા. જેને પગલે વેપારીઅાેઅે રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો