તપાસ:બાબરાના ગમા પીપળિયાની મહિલાનું દાઝી જતા મોત

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરે પ્રાઇમસ પર રસોઇ બનાવી રહ્યાં હતા ત્યારે ભડકો થતા દાઝી ગયા હતા

બાબરા તાલુકાના ગમા પીપળીયામા રહેતા અેક મહિલા પાેતાના ઘરે પ્રાઇમસ પર રસાેઇ બનાવી રહ્યાં હતા ત્યારે ભડકાે થતા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ.અહી રહેતા લીલાબેન પ્રવિણભાઇ ખુમાણ (ઉ.વ.35) નામના મહિલા ગત તારીખ 26/11ના રાેજ સવારના સાડા અાઠેક વાગ્યાના સુમારે પાેતાના ઘરે પ્રાઇમસ પર રસાેઇ બનાવી રહ્યાં હતા.

પ્રાઇમસમા વધારે હવા ભરાઇ જતા પ્રાઇમસ ચાલુ કરવા જતા ભડકાે થતા તેઅાે ગંભીર રીતે દાઝી ગયા હતા.મહિલાને સારવાર માટે અમદાવાદ સિવીલ હાેસ્પિટલ ખાતે ખસેડવામા અાવ્યા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે પ્રવિણભાઇ ખુમાણે બાબરા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેમ.ડી.રાઠાેડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...