કપાસની બમ્પર આવક:અમરેલીના બાબરા માર્કેટીંગ યાર્ડમાં દિવાળી પૂર્વે સીઝનની સૌથી વધુ 27 હજાર મણ કપાસની આવક થઈ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને 1150થી 2000 સુધીના ભાવ મળતા ખુશ જોવા મળ્યા

અમરેલીના બાબરા માર્કેટીંગ યાર્ડમાં મંગળવારથી દિવાળી વેકેશન પડે તે પહેલા જ આજે સોમવારે કપાસની સીઝનની સૌથી વધુ આવક થઈ હતી. આજે એક જ દિવસમાં 27 હજાર મણ આવકના કારણે યાર્ડ કપાસથી છલકાયું હતું. ખેડૂતોને ભાવ પણ સારા મળતા ખુશ જોવા મળ્યા હતા.

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે યાર્ડમાં મંગળવારથી વેકેશન પડી રહ્યા છે તો ખેડૂતોને પણ તહેવારમાં નાણાની જરુર હોય આજે બાબરા માર્કેટીંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કપાસ વેચાણ માટે આવ્યો હતો. બાબરા માર્કેટીંગ યાર્ડમાં આજે એક જ દિવસમાં 27 હજાર મણ કપાસની બમ્પર આવક થઈ હતી.

બાબરા માર્કેટીંગ યાર્ડમાં આજે કપાસના 1150થી 2000 રૂપિયા સુધીના ભાવ બોલાતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...