તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra Gadhvi Samaj's Application To Mamlatdar In Case Of Custodial Death In Mundra, Kutch, Demands Action Against Police Personnel

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘેરાપ્રત્યાઘાતો:કચ્છના મુન્દ્રામાં કસ્ટોડિયલ ડેથ મામલે બાબરા ગઢવી સમાજનું મામલતદારને આવેદનપત્ર, પોલીસ કર્મી સામે કાર્યવાહીની માંગ

બાબરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોટાભાગના અમરેલી જિલ્લાના તાલુકામા આવેદનપત્ર અપાય તેવી શકયતા

કચ્છ મુદ્રામા ગઢવી સમાજના યુવાનોના કસ્ટડીયેલ ડેથ મુદ્દે સૌરાષ્ટ્રમાં પણ ઘેરાપ્રત્યાઘાતો પડી રહ્યા છે. આજે અમરેલી જિલ્લામા આવેલ બાબરા ખાતે ચારણ ગઢવી સમાજ દ્વારા મોટી સંખ્યામા એકત્ર થઈ બાબરા મામલતદાર કચેરીમા આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ કર્મી સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી. બાબરા ચારણ ગઢવી સમાજ સાથે કેટલાય ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાયા હતા અને આગામી દિવસોમાં મોટાભાગના અમરેલી જિલ્લાના તાલુકામા આવેદનપત્ર અપાય તેવી શકયતા મનાય રહી છે.

મુન્દ્રા પોલીસે માર મારતા 2 યુવકનો મોત થયા હતા

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદ શખ્સોને ઉઠાવી લોકઅપમાં ઢોર માર મારતા તે પૈકી અરજણ ગઢવી (રહે સમાઘોઘા)નામક યુવાનનું કસ્ટડીમાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસ ટોર્ચરને કારણે ઘાયલ થયેલા બે યુવાનોને ઉચ્ચ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. અને તેમાંથી પણ એક હરજોગ હરિ ગઢવી (ઉ.વ 22 રહે સમાઘોઘા)નું બે દિવસ પહેલા સોળ દિવસની સારવાર બાદ મોત નિપજતાં ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો