રજૂઆત:બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચુકવવા માંગ કરી

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને આવેદનપત્ર આપી ધારાસભ્યે સહાય ચૂકવવા માંગ કરી

કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેમનો પરિવાર સહાય વંચિતથી વંચિત છે તેમને ત્વરિત સહાય આપવા બાબરા લાઠી કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે માંગ કરી છે. આજે અમરેલી જિલ્લામા આવેલા બાબરા લાઠી કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર અને બાબરા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કોરોના જે લોકો મૃત્યુ પામ્યા છે તેવા લોકોના વારસદારને સહાય સરકાર ચૂકવવા માંગ કરી છે.

બાબરા મામલતદાર કચેરીમાં ધારાસભ્ય વિરજી ઠુમર અને તેમના કોંગ્રેસના કાર્યકરો તાલુકા પંચાયતના સદસ્યો પાલિકા સદસ્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય વિરજી ઠુમરએ જણાવ્યું છે કે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર વિભાગના પરિપત્ર મુજબ સહાય ચૂકવાઇ નથી. તે ચૂકવી જોઈએ. સરકાર બીજા વધારાના ખર્ચાઓ બંધ કરી મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...