મતદારોનું મન અકળ:બાબાપુર: ઉમેદવારો આવે છે અને જાય છે પણ મતદારોનું મન અકળ

બાબાપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જયાં સવારે ભાજપે અને સાંજે કોંગ્રેસે પુલનું ઉદ્દઘાટન કર્યું હતું
  • કેટલાક લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેની બેઠકમાં હાજરી આપી

અમરેલી તાલુકાના બાબાપુર ગામના મતદારોનુ મન કળવામા ઉમેદવારો પણ ગોથે ચડયા છે. કારણ કે અહી ભાજપ અને કોંગ્રેસ એમ બંને ઉમેદવારોએ સભા કરી લીધી છે. અને ગામના અનેક લોકો એવા છે જે બંનેની સભામા હાજર હતા. જયારે જાજા લોકો એવા છે કે બેમાથી એકેયની સભામા ડોકાયા ન હતા. ગામની એક વ્યકિતએ તો બંનેની સભામા હાજરી આપી હતી અને બંનેના ખેસ પણ પહેર્યા હતા. પાછલા પાંચ વર્ષમા ગામના અનેક કામો થયા છે પણ લોકોનો વસવસો એ છે કે અનેક કામો બાકી રહી ગયા છે.

2015ની પુર હોનારત બાદ ગામ માંડ બેઠુ થયુ છે. નદી પરનો પુલ બનાવવાની વર્ષો જુની માંગ સંતોષાઇ છે. આ પુલનો જશ લેવા પણ હોડ જામી હતી. ત્રણેક વર્ષ પહેલા અહી પુલનુ ઉદ્દઘાટન સવારે ભાજપ આગેવાનોએ અને સાંજે કોંગ્રેસ આગેવાનોએ કર્યુ હતુ. લોકો કહે છે પુલનુ કામ તો થઇ ગયુ પરંતુ વાંકીયા બાબાપુરના રોડનુ કામ બાકી છે. તેના તરફ કેમ કોઇ ધ્યાન આપતુ નથી ?. ગામને હજુ સુધી નર્મદાનુ એક ટીંપુએ પાણી મળ્યું નથી.

બે કુવામાથી ગામ લોકો ક્ષારવાળુ પાણી પીએ છે. દર વખતે ગાંઠીયા ભજીયાની મિટીંગો પણ થાય છે પણ આ ચુંટણીમા હજુ સુધી એકેય ઉમેદવારે આવુ કર્યુ નથી. કેટલાક યુવા વર્ગને આમ આદમી પાર્ટીમા પણ રસ છે. પરંતુ ગામના ગલઢેરાઓને પુછીએ તો કહે છે..જે આવશે તેના ઘર ભરશે, આપણુ કોઇ કરશે નહી. 2017મા બાબાપુર ગામમા ભાજપને માત્ર 19 મતની લીડ મળી હતી.

અગાઉ ગામના પીઢ સ્વાતંત્ર્ય સેનાની ચૂંટણી લડી ચુક્યા છે
બાબાપુર ગામ ગાંધીવાદી વિચારધારાનુ ગામ છે. સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઇ પુરોહિતે અહી રહી અધ્યાપન મંદિર બનાવી શાળાઓની પણ સ્થાપના કરી હતી. તેઓ 1975મા અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડયા હતા પરંતુ નરસિંહદાસ ગોંધીયા સામે તેમનો પરાજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...