તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાળ:બાકી વેરા મામલે વેપારી સાથે બબાલ, પાલિકા કર્મચારીઓ હડતાળ પર

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે કલાક તમામ શાખાની કામગીરી ઠપ્પ : કર્મીઅાે પાેલીસ મથકે દાેડી ગયા : અાખરે મામલાે થાળે પડયાે

અમરેલીમા પાલિકા દ્વારા બાકી વેરા મુદે પાછલા ઘણા સમયથી વેરા વસુલાત ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે અહીના અેક વેપારી પાસેથી 60 હજારનાે વેરાે બાકી હાેય વેપારીઅે 25 હજારનાે ચેક પાલિકાને અાપ્યાે હતાે. અા વેપારી અાજે પાલિકા કચેરીઅે અાવી રાેકડા ભરી દઉ કહી ચેક પરત લઇ ફાડી નાખી કર્મચારીઅાે સાથે ઉગ્ર બાેલાચાલી કરતા કર્મચારીઅાે વિજળીક હડતાલ પર ઉતરી ગયા હતા અને પાેલીસ મથકે દાેડી ગયા હતા. બાદમા વેપારીને પણ પાેલીસ મથકે લઇ અાવતા વેપારીઅે બાકી વેરાે ભરપાઇ કરી દેતા મામલાે થાળે પડયાે હતાે.

અમરેલી શહેરમા 16 હજાર મિલકતાેનાે 1.67 કરાેડ વેરાે વસુલવાનાે બાકી છે. પાલિકા દ્વારા ઘણા સમયથી વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવાઇ છે. બાકીદારાેને નાેટીસ તેમજ મિલકતાે સીલ કરવાની કામગીરી પણ કરવામા અાવી રહી છે. ત્યારે અહીના ઇન્દિરા શાકમાર્કેટ પાછળ પારેખ હેન્ડલુમ હાઉસ નામની દુકાન ધરાવતા વેપારી અમીનભાઇ ગફારભાઇ પારેખનાે 50 હજાર જેટલાે વેરાે બાકી હાેય પાલિકા દ્વારા વેરા ઉઘરાણી કરવામા અાવી રહી હતી. અા વેપારીઅે પાલિકાને 25 હજારનાે ચેક લખી અાપ્યાે હતાે. જાે કે અાજે વેપારી પાલિકા કચેરીઅે વેરા શાખામા અાવીને રાેકડ ભરી દઉ ચેક પરત અાપાે કહ્યું હતુ.

કર્મચારીઅે ચેક પરત અાપતા અા વેપારીઅે 10 હજાર ભરવાની વાત કરી ચેક ફાડી નાખ્યાે હતાે અને વેરા શાખાના કર્મચારીઅાે સાથે ઉગ્ર બાેલાચાલી કરી હતી. જેને પગલે કર્મચારીઅાે વિજળીક હડતાલ પર ઉતરી જઇ વેપારી સામે ફરિયાદ કરવા પાેલીસ મથકે દાેડી ગયા હતા. પાેલીસે અા વેપારીને બાેલાવ્યાે હતાે. વેપારીઅે સમાધાન સ્વરૂપે તમામ બાકી વેરાે ભરપાઇ કરી દીધાે હતાે જેથી મામલાે થાળે પડી ગયાે હતાે. અને પાલિકાની તમામ શાખામા બે કલાક હડતાલ રહ્યાં બાદ કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામા અાવી હતી.

અા પ્રકારની ગેરવર્તુણુંક નહીં કરૂં : વેપારી
વેપારી અમીનભાઇ પારેખે પાેલીસ મથકમા સાેગંદનામુ કરી દીધુ હતુ. જેમા તેમણે જણાવ્યું હતુ કે વેરા ઉઘરાણી માટે કર્મચારીઅાે અાવ્યા હતા જેથી 25 હજારનાે ચેક લખી દીધાે હતાે. બાદમા ચેક પરત લઇ 10 હજાર રેાકડ ભરવાનુ કહેતા બાેલાચાલી થઇ હતી જેથી ચેક ફાડી નાખ્યાે હતાે. હવે તમામ રકમ ભરપાઇ કરી દીધી છે જેથી કાેઇ વિવાદ રહેતાે નથી અને અાગામી અા પ્રકારની ગેરવર્તણુક નહી કરી નિયમિત ટેકસ ભરવા જણાવ્યું હતુ.

વેપારીઅે કર્મીઅાે સાથે બાેલાચાલી કરી હતી : દુધરેજીયા
પાલિકાના વેરા શાખાના અધિકારી ભરતભાઇ દુધરેજીયાઅે જણાવ્યું હતુ કે વેપારી અમીનભાઇ પાસે 50 હજારની વેરાની વસુલાત બાકી હાેય જેથી તેણે 25 હજારનાે ચેક અાપ્યાે હતાે. અાજે તેઅાે પાલિકાઅે અાવી 10 હજાર ભરવાનુ કહી ચેક પરત લઇ ફાડી નાખી સહ કર્મચારીઅાે સાથે બાેલાચાલી કરી હતી. જેથી કર્મચારીઅાે હડતાલ પર ઉતરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો