પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા બાબરા ખાતે પ્રાકૃતિક ખેતીને લઈ જાગૃતિ કાર્યક્રમ, મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા તાજેતરમાં બાબરા તાલુકાના વાંડળીયા ગામ ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીને લઈ જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી થતાં લાભથી વાકેફ કરી પ્રાકૃતિક ખેતી વિષયક વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.

આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એન.એસ.જોષી, કૃષિ વૈજ્ઞાનિક ડૉ.પી.જે.પ્રજાપતિ અને વી.એસ.પરમાર દ્વારા ખડુતોને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ, ગાય આધારિત ખાતરો જેવા કે, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવવાની પદ્ધતિ, રોગ અને જીવાત નિયંત્રણ માટે વનસ્પતિ આધારિત દવાઓ બનાવવાની પદ્ધતિ વગેરે વિષયક વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં ખાતીવાડી ખાતુ, બાબરા, બી.સી.આઈ. પ્રોજેક્ટ અને આત્મા પ્રોજેક્ટના અધિકારી/કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તાલીમ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...