તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:પોલીટેક્નિકના આચાર્યને બેસ્ટ ટીચરનો એવોર્ડ એનાયત

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રશંસાપત્ર અને 25 હજારની રકમ સાથે સન્માનિત કરાયા

રાજુલાની પોલીટેકનીકના આચાર્યને શિક્ષક દિન નિમિત્તે દેશભરમાં બેસ્ટ ટીચર તરીકે કેન્દ્ર સરકારે વિશ્વેશ્વરીયા એવોર્ડ એનાયત કર્યો હતો. અહી ડો. કલ્પેશ વંદ્રાને પ્રશંસા પત્ર અને 25 હજારની રોકડ આપી સન્માનિત કરાયા હતા.

શિક્ષક દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારની દેશમાં ઈજનેરી શિક્ષણની કાઉન્સિલ ઓલ ઈન્ડિયા અને કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને રાજુલામાં આવેલી ગુજરાત મેરીટાઈમ બોર્ડ પોલીટેકનીકના આચાર્ય ડો. કલ્પેશ વંદ્રાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરી હતી. જેના કારણે એ.આઈ.સી.ટી. ઈ દ્વારા પોલીટેકનીકના આચાર્યને વિશ્વેશ્વરીયા એવોર્ડથી નવાજ્યા હતા.

અહી કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હસ્તે એ.આઈ.સી.ટી.ઈ.ના ચેરમેન અનિલ સહસ્ત્રેબુદ્ધે, વાઈસ ચેરમેન એમ.પી. પૂનિયા અને મેમ્બર સેક્રેટરી રાજુવ કુમારની હાજરીમાં ડો. કલ્પેશ વંદ્રાને એવોર્ડ અને 25 હજારની રોકડ આપી સન્માનિત કરાયા હતા. ડો. કલ્પેશ વંદ્રાએ પીએચડીની પદવી કોમ્પ્યુટર એન્જીનિયરીંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. રાજુલાની પોલીટેકનીકમાં 2018થી કાર્યરત છે. અને 20 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળતા રાજુલાવાસીઓએ તેમને બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...