તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Audio Clip Of Savarkundla Medical Officer Making Allegations Against Amreli MP Goes Viral MP Also Releases Audio Clip Of Conversation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતચીત વાયરલ:અમરેલીના સાંસદ સામે આક્ષેપો કરતી સાવરકુંડલાના મેડિકલ ઓફિસરની ઓડિયો ક્લિપ વાઇલ થતાં સાંસદે પણ એક ઓડિયો ક્લિપ જાહેર કરી

અમરેલી11 દિવસ પહેલા
 • સાંસદે યોગ્ય રીતે સારવાર ના થતી હોવાની ફરિયાદ કરી, તો ઓફિસરે પૂરતો સ્ટાફ ના હોવાની ફરિયાદ કરી

અમરેલી સહિત ગુજરાતમાં હાલ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે એવામાં અમરેલીના સાંસદ નારણ કાછડિયા અને સાવરકુંડલાના મેડિકલ ઓફિસરની વાઈરલ થયેલી ઓડિયો ક્લિપ હાલ ચર્ચાનું કેંદ્ર બની છે. સાવરકુંડલાના મેડિકલ ઓફિસર તેના ઉપરી અધિકારીને સાંસદને લઈ ફરિયાદો અને આક્ષેપો કરી રહ્યા હોવાની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. તો સાંસદે પણ મેડિકલ ઓફિસર સાથેની એક ઓડિયો ક્લિપ જાહેર કરી છે અને આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

29 એપ્રિલે સાંસદે ફોન કર્યો હતો
કોરોના કપરા કાળમાં હોસ્પિટલોમાં સારવાર લેવામાટે લોકો રાજકીય માણસોને સતત ફોન કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં તારીખ 29-4 ના દિવસે કોઈ દર્દીના પરિવાર દ્વારા અમરેલીના સાંસદ નારણ કાછડીયાને ફોન કરી ભલામણ કરવા માટે સાંસદ નારણ કાછડીયા દ્વારા સાવરકુંડલા ડો.વિપુલ પટેલ સાથે વાતચીત કરતા હતા. એ દરમિયાન વચ્ચે મેડિકલ ઓફિસર હાર્દિક બોરીસાગર વાતચીત કરે છે અને ડોક્ટર હાર્દિક બોરીસાગર કહે છે હું ડોક્ટર હાર્દિક બોરીસાગર અશોકભાઈ બોરીસાગરનો છોકરો બોલું છુ.

દર્દીની સમયસર સારવાર ના થઈ રહી હોવા બાબતે ફરિયાદ કરી હતી
સાંસદે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, હું ઓળખું છું. સાંસદે એક દર્દીની સમયસર સારવાર ના થઈ રહી હોવા બાબતે ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે આખા જિલ્લામાં સાવરકુંડલાની જ ફરિયાદો આવી રહી છે. તો બીજી તરફ મેડિકલ ઓફિસર તરફથી પૂરતો સ્ટાફ ના હોવાની રજૂઆત કરવામા આવી હતી અને પોતે ચોવીસ કલાક દર્દીઓની સારવાર કરતા જ હોવાની વાત કરી હતી.ત્યારે સાંસદે કહ્યું હતું કે, આ સમય ફરિયાદો અને આક્ષેપો કરવાનો નથી માનવતાના ધોરણે દર્દીઓની સેવા કરવાનો છે.

ઇમરજન્સી ન હોવા છતા ફોન કરતા હોવાનો આક્ષેપ
જ્યારે મેડિકલ ઓફિસર હાર્દિક બોરીસાગર અને તેના અધિકારી વચ્ચેની જે ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. તેમાં તે રાજકીય વ્યકિતઓ ફોન કરી દબાણ કરતા હોવાનો અને સાંસદ ઈમરજન્સી ના હોવા છતા ફોન કરતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

અત્યારે કોઈ ફરિયાદ કરવાનો સમય નથી
ઓડિયો કલીપ અંગે દિવ્યભાસ્કર ને સાંસદ નારણ કાછડીયા એ કહ્યું, અત્યારે કોઈ ફરિયાદ કરવાનો સમય નથી. આ મહામારી માં આપડે બધા એ સાથે મળી કામ કરવાનું છે. આ 29 તારીખે વાત કરી હતી. મેં તો વિપુલ પટેલને ફોન કર્યો હતો. મેં હાર્દિકને ફોન જ નથી કર્યો, પછી વિપુલ પટેલ હાર્દિકને ફોન પકડાવી દે છે. મેં પછી ભાવનગર આરડીડીને રજુઆત કરી, અમારી સાથે આવુ વર્તન કરે દર્દી સાથે કેવું કરતા હશે. દિવ્યાભકાસ્કર દ્વારા મેડિકલ ઓફિસર હાર્દિક બોરીસાગરનો સંપર્ક કરી તેમને ઓડિયો કલીપ બાબતે પૂછતાં કહ્યું, હા, એ શોર્ટ આઉટ થય ગયુ છે. હું તમને થોડીવાર પછી કોલ કરું. તેમ કહી કોલ કટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો