જાહેરાત:સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે જાહેર રજાના પગલે હરરાજી બંધ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચણા અને કપાસ સહિતની જણસની મબલખ આવક થઇ

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલે પરશુરામ જયંતિ અને રમઝાન ઈદના પગલે જાહેર રજા જાહેર કરવામાં આવી છે. જેના કારણે અહી યાર્ડમાં તમામ હરરાજી સહિતની તમામ કામગીરી બંધ રહેશે. કુંડલા માર્કેટ યાર્ડમાં અત્યારે ચણા, કપાસ, ધાણા સહિતની જણસની મબલખ આવક થઈ રહી છે.

આવતીકાલે રજાના પગલે હરરાજીની કામગીરી બંધ રહેશે. તો બુધવારથી યાર્ડમાં ફરી તમામ કામગીરી રાબેતા મુજબ શરૂ રહેશે. આજે કુંડલા માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં 5000 મણ ચણાની આવક નોંધાઈ હતી. તો કપાસની 700 મણ આવક થઈ હતી. તેમજ માર્કેટમાં લોકવન અને ટુકડા મળી 750 મણ ઘઉંની આવક નોંધાઈ હતી. આવતીકાલે પરશુરામ જયંતિ અને રમઝાન ઈદની રજા જાહેર કરવામાં આવી છે. તમામ પ્રકારની કામગીરી આવતીકાલે બંધ રહેશે. અહી માર્કેટ સત્તાવાળાઓએ બોર્ડ લગાવી ખેડૂતોને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...