તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લામા ખાસ કરીને ગીરકાંઠાના ગામાે, બૃહદગીર વિસ્તારમા વાડી ખેતરાેમા નિલગાય, જંગલી ભુંડ તેમજ અન્ય પક્ષીઅાે, પ્રાણીઅાેની રંજાડ રહેતી હાેય છે. અા પ્રાણીઅાે ખેતરાેમા ઘુસી પાકનુ નિકંદન પણ વાળી નાખે છે જેથી ખેડૂતાેને નુકશાન ભાેગવવુ પડે છે. જાે કે અાવા પક્ષી કે પ્રાણીઅાે પાકને માેટુ નુકશાન ન પહાેંચાડે તેનાથી રક્ષણ મેળવવા ખેડૂતાે પાેતાના ખેતરમા અવનવા ચાડીયા, વાડ ફરતે લાઇટીંગ, કલરફુલ સાડીઅાેની ગાેઠવણ કરે છે.
અામ તાે વર્ષાેથી ખેડૂતાેના ખેતરમા અેક ચાડીયાે તાે ઉભાે રાખવામા અાવે જ છે. જાે કે સમય સાથે તેમા પણ પરિવર્તન અાવી રહ્યું છે. હાલ અનેક ખેડૂતાે પાેતાના ખેતરમા અવનવા ચાડીયા બનાવે છે. જાણે ખેતરમા અાબેહુબ કાેઇ માણસ જ ઉભાે હાેય તેવી પ્રાણીઅાેને પ્રતિતિ થાય છે જેથી ડરના કારણે પક્ષી કે પ્રાણીઅાે પાક સુધી પહાેંચતા નથી. જેથી ખેડુતાે નુકશાનથી બચે છે.
અા ઉપરાંત ખેડૂતાે કાંટાળી વાડ કરે છે તેમજ ઝટકા મશીન પણ ગાેઠવે છે. અા ઉપરાંત અનેક ખેતરાેમા વાડ ફરતે રંગબેરંગી કલરવાળી લાઇટીંગ પણ ગાેઠવવામા અાવે છે જેથી રાત્રીના સમયે પણ કાેઇ પ્રાણી કે પક્ષીઅાે ખેતરમા ઘુસી ન જાય. તાે ઘણા ખેડૂતાે વાડ ફરતે કલરે કલરની સાડીઅાે પણ વિંટાળે છે. જાે કે અમુક ખેડૂતાે ઇલેકટ્રીક શાેક મુકતા હાેય છે. પરંતુ અા ઉપાય જાેખમી સાબિત થાય છે. તેની સામે ચાડીયાનાે ઉપાય સાૈથી શ્રેષ્ઠ છે. સાવરકુંડલાથી નાના ભમાેદરા તરફ ઠુંમર પરિવાર દ્વારા પણ પાેતાના ફાર્મમા ચાડીયાે ઉભાે કર્યાે છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.