તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:જિલ્લામાં ધોરણ 6થી 8ની શાળા ખુલ્યાના ત્રીજા દિવસે 40 ટકા વિદ્યાર્થીઓની હાજરી

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક સપ્તાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 ટકાએ પહોંચશે: શિક્ષણાધિકારી

અમરેલી જિલ્લામાં શાળા શરૂ થયાના ત્રીજા દિવસે જિલ્લાભરમાં 40 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા. હજુ પણ 60 ટકા વાલીઓ પોતાના સંતાનને શાળાએ મોકલવા રાજી નથી. જેના કારણે શિક્ષકો વાલીઓને સમજાવી રહ્યા છે. જિલ્લાની 964 પ્રાથમિક શાળામાં 2જી સપ્ટેમ્બરના દિવેસ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેના ત્રણ દિવસ વિતી ગયા છે. છતાં પણ 37889 વાલીઓ પોતાના સંતાનને હજુ પણ શાળાને મોકલવા રાજી નથી.

અત્યારે જિલ્લામાં 24912 વિદ્યાર્થીઓ પોતાના વાલીની સંમતીથી શાળાએ અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે.જિલ્લાના મુખ્ય મથક અમરેલીમાં જ સૌથી ઓછા 28 ટકા વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ માટે આવી રહ્યા છે. તો સૌથી વધારે બગસરા તાલુકામાં 55 ટકા વાલીઓએ પોતાના બાળકને શાળાએ જવાની મંજુરી આપી છે. અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જી પ્રજાપતિએ જણાવ્યું હતું કે જે બાળકો શાળાએ આવતા નથી. તેના વાલીને શિક્ષકો સમજાવી રહ્યા છે. આગામી એક સપ્તાહમાં શાળામાં બાળકોની સંખ્યા 100 ટકા પર પહોંચી જશે.

ક્યા તાલુકામાં કેટલા છાત્રો સ્કૂલે આવી રહ્યા છે ?
તાલુકો.કુલ છાત્રોહાજર
અમરેલી87022433
બાબરા61432211
બગસરા30711684
ધારી54192265
જાફરાબાદ61272307
ખાંભા40441889
કુંકાવાવ31001547
લાઠી47572291
લીલીયા2008833
રાજુલા96683495
સાવરકુંડલા97623957

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...