તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લાની 313 શાળાઓમાં 10 મહિના બાદ ધોરણ 9 અને 11માં અભ્યાસક્રમ શરૂ કરાયો હતો. અહીં શાળા ખુલ્યાના પ્રથમ દિવસે 33 ટકા છાત્રો શિક્ષણકાર્ય માટે પહોંચ્યા હતા. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ કરતા ઓફલાઇન શિક્ષણમાં ઉત્સાહ વધારે જોવા મળતો હતો. જિલ્લાભરમાં છેલ્લા 10 માસથી કોરોનાના કપરા કાળમાં શાળાઓ બંધ હતી. પરંતુ કોરોના વેક્સીનના આગમનની સાથે સાથે રાજ્યભરમાં ધોરણ 10 અને 12નું શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું.
હાલ ધોરણ 10 અને 12માં 80 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે અભ્યાસ માટે આવી રહ્યા છે. જે બાદ આજથી ધોરણ 9 અને 11નું શિક્ષણ કાર્ય શરૂ થયું છે. અમરેલી જિલ્લાની 313 શાળાઓમાં ધોરણ 9 અને 11માં 27873 વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગના ચોપડે બોલે છે. શાળાઓમાં શિક્ષણ શરૂ થતાં 33 ટકા વિદ્યાર્થી વાલીઓની સહમતી પત્ર સાથે અભ્યાસ માટે પહોંચ્યા હતા.
જિલ્લામાં એક સાથે ધોરણ 9 થી 12 સુધીના છાત્રો આવતા કોરોના ગાઈડલાઈના પાલન કરાવવા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્ય પર જવાબદારી સોંપી હતી. અહીં પ્રથમ દિવસે ધોરણ 9માં 18954 વિદ્યાર્થીઓ માંથી 6323 છાત્રો હાજર હતા તો બીજી તરફ ધોરણ 11માં 8919 વિદ્યાર્થીઓ માંથી 2929 છાત્રો શાળાએ આવી પહોંચ્યા હતા. આગામી સપ્તાહમાં શાળામાં બાળકોની સંખ્યા 80 ટકાએ પહોંચી જવાની શિક્ષણ વિભાગે આશા વ્યક્ત કરી હતી.
કોરોનાની ગાઈડલાઇન ભુલાશે તો શાળાને નોટીસ
^અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ. જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજે તમામ શાળામાં ધો.9 અને 11માં અભ્યાસ ક્રમ શરૂ થયો છે. છાત્રો ઉત્સાહ સાથે અભ્યાસ માટે પહોંચ્યા છે. પરંતુ કોરોના ગાઈડલાઈનું ઉલ્લંઘન થશે તો શાળાને નોટીસ આપી કાર્યવાહી કરાશે - અેમ. જે. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ અધિકારી
સ્કૂલે જઇ પૂરતું શિક્ષણ મેળવવા વાલીઓની ઈચ્છા : વિદ્યાર્થીની
^અમરેલીના ઈશ્વરીયા ગામેથી આવતી ધોરણ 9ની છાત્રા અસ્મિતા જાફડાએ જણાવ્યું હતું કે શાળાઓ શરૂ થતાં વાલીઓએ શાળાએ જઇ શિક્ષણ પૂરતું મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આજે મારો ભાઈ ખુદ મને સ્કૂલે મુકવા આવ્યો હતો.- અસ્મિતા
લાંબા સમય બાદ શાળાએ આવતા આનંદ : છાત્રા
^અમરેલીની જી.જી.બેન ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી છાત્રા મેઘાવી મહેતાએ જણાવ્યું હતું કે લાંબા સમય બાદ શાળામાં અભ્યાસ શરૂ થયો છે. પ્રથમ દિવસે શિક્ષક અને સહેલીઓને મળીને આંનદ થયો છે. ઓનલાઈન કરતા ઓફલાઇન અભ્યાસ સારો લાગે છે.- મેઘાવી મહેતા, છાત્રા
બાળકો માટે પ્રત્યક્ષ શિક્ષણ સારૂ : શિક્ષિકા ઈલાબેન
^અમરેલી જી.જી.બેન ગલર્સ સ્કૂલમાં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરાવતા શિક્ષિકા ઇલાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ હતું. પરંતુ બાળકો માટે પ્રત્યક્ષ શિક્ષણ જ સારૂ છે. કારણ કે વિદ્યાર્થીઓને રૂબરૂમાં સમજાવી શકાય છે. શિક્ષકને ખબર પડે કે બાળકોને કેટલું સમજાયું છે.- શિક્ષકા
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.