અમરેલી જિલ્લાની રાજુલા અને લીલીયા મામલતદાર કચેરી ખાતે હાલ દિવાળીના તહેવારોને અનુલક્ષીને સ્ટાફમિત્રો દ્વારા મતદાર નોંધણી અંગેનો સંદેશો પ્રસારિત કરતી આકર્ષિત રંગોળી દોરી મુલાકાતીઓમાં જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કરાયો હતો. સાવરકુંડલા પ્રાંત અધિકારી આર. આર. ગોહિલે રંગોળી બનાવવામાં પોતાનું યોગદાન આપનાર કર્મીઓને બિરદાવી તેમને દિવાળીની શુભેચ્છાઓ આપી અભિનંદન પાઠવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ નવેમ્બર માસની ખાસ ઝુંબેશના દિવસોએ સંબંધિત બીએલઓ જે-તે વિસ્તારના મતદાન મથક ખાતે તા. 14 ને રવિવાર, તા. 21 ને રવિવાર, તા. 27 ને શનિવાર અને તા. 28 ને રવિવારના રોજ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નાગરીકો ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પર પણ ફોર્મ નં.6 ભરી શકે છે. આ ખાસ ઝુંબેશના દિવસોમાં વધુમાં વધુ યુવાઓ, મહિલાઓ અને દિવ્યાંગજનો ભાગ લે તેવી વહીવટી તંત્ર દ્વારા તાકીદ પણ કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.