ક્રાઇમ:દામનગરમાં ગાેડાઉન, ગાૈશાળા અને ગુરૂકુળમાં ચાેરીનાે પ્રયાસ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરાે CCTVમાં થયા કેદ, સામાન વેરવિખેર કરી નાખ્યો

અમરેલી જિલ્લામાં ફરી તસ્કરાેની રંજાડ વધી રહી હાેય તેમ જાેવા મળી રહ્યું છે. ત્યારે દામનગરમા અાવેલ અેક ગાેડાઉન તેમજ ગાૈશાળા અને ગુરૂકુળમા તસ્કરાેઅે ચાેરીનાે પ્રયાસ કર્યાે હતેા. જાે કે તસ્કરાેને અહીથી કશું મળ્યું ન હતુ. ચાેરીના પ્રયાસની અા ઘટના દામનગરમા બની હતી.

અહી રહેતા પ્રાગજીભાઇ કરશનભાઇ ખેનીઅે દામનગર પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના સાગર ટ્રેડીંગના ગાેડાઉનની અાેફિસમા તસ્કરાે ત્રાટકયા હતા. તસ્કરાેઅે દરવાજાના તાળા તાેડી અંદર પ્રવેશી ટેબલ તેમજ બેડનાે સામાન વેરવિખેર કરી નાખ્યાે હતાે. અા ઉપરાંત તસ્કરાે અહીથી સ્વામીનારાયણ ગુરૂકુળ તેમજ અહી અાવેલ દહિંથરા અલખધણી ગાૈશાળામા પણ ચાેરીનાે પ્રયાસ કર્યાે હતાે. જાે કે તસ્કરાેને અહીથી કશુ હાથ લાગ્યુ ન હતુ. ત્રણ તસ્કરાે ગાેડાઉનમા રાખેલ સીસીટીવી કેમેરામા કેદ થઇ ગયા હતા. પાેલીસે તસ્કરાેની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...