તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નાની ગરમલી નજીક યુવકને કાર હેઠળ કચડી નાખવા પ્રયાસ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુનું મનદુ: ખ રાખી થતાં શખ્સે બે વખત બાઇક સાથે કાર અથડાવી
  • બનાવ અંગે ફરિયાદ નોંધાતા ચલાલા પોલીસે તપાસ હાથ ધરી

ધારી તાલુકાના કરેણમા રહેતા અેક યુવકને અગાઉનુ મનદુખ રાખી અહી જ રહેતા અેક શખ્સે પાેતાની કાર યુવકના બાઇક સાથે બે વખત અથડાવી મારી નાખવાનાે પ્રયાસ કરતા તેણે અા બારામા ચલાલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને કાર હેઠળ કચડી નાખવાના પ્રયાસની અા ઘટના ચલાલાના નાની ગરમલી નજીક બની હતી. અહીના કરેણમા રહેતા રાજેશભાઇ વિરજીભાઇ પરમાર (ઉ.વ.32) નામના યુવકે ચલાલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 14 અેકયુ 7350 લઇને અાવી રહ્યાે હતાે ત્યારે મહિપત અનકભાઇ વાળા નામના શખ્સ સાથે તેને અગાઉ બાેલાચાલી થઇ હાેય તેનાે બદલાે લેવા તેની કાર માેટર સાયકલ સાથે અથડાવી હતી. જેને પગલે તે ફંગાેળાઇને ખાળીયામા પડી ગયાે હતાે.

જાે કે અા શખ્સે ફરીથી મારી નાખવાના ઇરાદે પાેતાની કાર બાઇક સાથે અથડાવી હતી. જેને પગલે યુવકને ઇજા પહાેંચી હતી. બાદમા અા શખ્સ કાર લઇ નાસી છુટયાે હતાે.

બનાવ અંગે નાયબ પાેલીસ અધિક્ષક અાર.ડી.અાેઝા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...