તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:સાવરકુંડલા શહેરના એડવોકેટ દ્વારા મામલતદાર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો

અમરેલી3 મહિનો પહેલા
  • તંત્ર સામે કોઈ વાંધો નથી કેટલાક લોકો અરજીઓ કરી હેરાન પરેશાન કર્યાનો આક્ષેપ

અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા શહેરના એડવોકેટ હિંમતભાઈ બગડા દ્વારા આજે મામલતદાર કચેરીમાં પહોંચી આત્મવિલોપનનો પ્રયાસ કરતા અફડા તફડી મચી જવા પામી હતી. તંત્ર સામે કોઈ વાંધો નથી કેટલાક લોકો અરજીઓ કરી હેરાન પરેશાન કર્યાનો આક્ષેપ પણ કર્યો હતો.

108 બોલાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
આત્મવિલોપનનો પ્રયાસ કરતા મામલતદાર સહિત સ્ટાફ દોડી અટકાવ્યા હતા. એડવોકેટ હિંમતભાઈ બગડા વિરુદ્ધ અરજીઓ થતી હોવાને કારણે માનસિક રીતે પરિવાર થાકી ગયો હોવાનો આક્ષેપ કરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમ જણાવ્યું હતુ. મામલતદાર કચેરીમાં પ્રયાસ કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે આ ઘટના બાદ હિંમતભાઈએ જીદ પકડી બાકસ લાવો રાડ રાડ કરી હતી. સાથે એવું પણ કહ્યું મને પોલીસ તંત્ર સામે કોઈ વાંધો નથી. માત્ર મારા વિરુદ્ધ અરજીઓ કરે છે તેના સામે વાંધો છે. જ્યારે આ ઘટનાની ગંભીરતા દાખવી 108 બોલાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અમારી સામે તેને કોઈ વાંધો નથી - મામલતદાર
દિવ્યભાસ્કર દ્વારા સાવરકુંડલા મામલતદારનો સંપર્ક કરતા કહ્યું હતુ કે અમારી સામે તેને કોઈ વાંધો નથી. તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગની ફરિયાદો થઇ છે. તેના સામે વાંધો છે તેવું જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...