ધોળે દિવસે લૂંટનો પ્રયાસ:અમરેલીના રાજુલામાં વહેલી સવારે સોની વેપારીની આંખમાં મરચું નાખી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો, ઘટના CCTVમાં કેદ

અમરેલી18 દિવસ પહેલા
  • વેપારીને બચાવવા આવેલ 2 શખ્સને લૂંટારુંઓએ છરી મારી સામાન્ય ઈજા પહોંચાડી

અમરેલીના રાજુલા શહેરમાં આજે વહેલી સવારે સોની વેપારીને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થતા ચકચાર મચી છે. લૂંટારુઓએ સોની વેપારીને રસ્તો પૂછવાના નામે રોકી આંખમાં મરચાની ભૂંકી નાખી દાગીનાનો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આસપાસમાંથી અન્ય લોકો વેપારીની મદદે આવી જતા લૂંટારૂઓએ થેલો લીધા વિના જ ભાગવું પડ્યું હતું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

રાજુલના છતડીયા રોડ પર આવેલા ક્રિષ્ના જ્વેલર્સના વેપારી પ્રફુલભાઈ સોની આજે વહેલી સવારે પોતાની દુકાને પહોંચ્યા હતા ત્યારે જ રસ્તો પૂછવાના બહાને એક શખ્સે વાતચીત કરી સોની વેપારની આંખમાં મરચાની ભૂંકી નાખી દાગીના ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ સમયે વેપારીએ દેકારો કરતા જ આસપાસથી અન્ય લોકો તેની મદદે દોડી આવ્યા હતા જેથી લૂંટારુઓએ થેલો લીધા વિના જ ભાગવું પડ્યું હતું.

સમગ્ર ઘટના CCTVમાં કેદ
રાજુલામાં જે લૂંટના પ્રયાસની ઘટના બની છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં લૂંટ કરવા આવેલા શખ્સો કેદ થયા છે. વેપારી સાથે થયેલી ઝપાઝપીની ઘટના પણ કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે લૂંટારુઓની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

પોલીસે વેપારીઓ સાથે બેઠક કરી
રાજુલા નવ નિયુક્ત પી.આઈ.ડી.વી.પ્રસાદ દ્વારા વેપારીઓ સાથે સાંજે 6 વાગે બેઠક કરવામા આવી હતી. જેમા લોકોને જાગૃત રહેવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...