પ્રયાસ:અમરેલી નગરપાલિકાના 87.40 લાખના કાૈભાંડમાં કાેન્ટ્રાકટરને છાવરવા પ્રયાસ

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિપાેઝીટ છુટી કરનાર બેંક કર્મી સામે ફરિયાદ પણ નાણા લઇ જનાર કાેન્ટ્રાકટર સામે કાેઇ કાર્યવાહી નહીં !

અમરેલી નગરપાલિકામા સ્ટ્રાેમ વાેટર ડ્રેનેજનુ કામ કરનાર કાેન્ટ્રાકટરની બેંક ગેરંટી અેકાઉન્ટન્ટે કાૈભાંડ આચરી નકલી પત્રથી બેંકમાથી છુટી કરાવી કાેન્ટ્રાકટરને 87.40 લાખની જવાબદારીમાથી મુકત કરી દીધા અંગે અેકાઉન્ટન્ટ અને બેંક કર્મચારી સામે ફાેજદારી ફરિયાદ નાેંધાવાઇ છે. પરંતુ આ નાણા કાેન્ટ્રાકટરે મેળવ્યા હાેવા છતા અકળ કારણાેસર ફાેજદારી કાર્યવાહીમાથી કાેન્ટ્રાકટરને બાકાત કરી દેવાયાે છે. તાજેતરમા અમરેલી પાલિકાના ચીફ અાેફિસરે તત્કાલીન અેકાઉન્ટન્ટ પંકજ જાેશી અને અમદાવાદની યશ બેંકના કર્મચારી સામે પાલિકા સાથે છેતરપીંડી કરવા સબબ ફરિયાદ નાેંધાવી હતી.

શહેરમા સ્ટ્રાેમ વાેટર ડ્રેનેજનુ કામ અમૃત પ્રાેજેકટ હેઠળ કાેન્ટ્રાકટર વિમલ કથીરીયાની પેઢી વી.સી.પ્રાેજેકટ અેન્ડ ઇન્ફ્રા પ્રા.લીમીટેડને અપાયુ હતુ. જેણે વર્ષ 2023 સુધી બેંક ગેરંટીની રકમ રૂપિયા 87.40 લાખ બેંકમા જમા રાખવાની હતી. અને દર વર્ષે રીન્યુ કરાવાની હતી. જેથી અા પ્રાેજેકટમા કાેઇ ખામી સર્જાય તાે નગરપાલિકા બેંક ગેરંટીની રકમમાથી તેનુ કામ કરી શકે.જાે કે કાેન્ટ્રાકટરે અેકાઉન્ટન્ટ સાથે મિલીભગત કરી હતી અને અેકાઉન્ટન્ટે બાેગસ પત્ર બેંકમા લખી કાેન્ટ્રાકટરની બેંક ગેરંટીની આ રકમ સમય મર્યાદા પહેલા જ છુટી કરાવી દીધી હતી.

કાેન્ટ્રાકટર ભાજપના અાગેવાનાે સાથે ઘરાેબાે ધરાવી રહ્યાે છે. નેતાઅાે સાથે તેની સાંઠગાંઠ હાેવાથી નગરપાલિકા દ્વારા કાેન્ટ્રાકટર સામે કાેઇ જ ફરિયાદ નાેંધાવાઇ નથી. જેણે ડિપાેઝીટની રકમ છુટી કરાવવા બાેગસ પત્ર લખ્યાે અને અે પત્રના અાધારે જેણે રકમ ચુકવી તે બંને સામે ફરિયાદ નાેંધાવાઇ પરંતુ જેણે પાેતાની જવાબદારીમાથી છટકી તગડી રકમ ખીસ્સામા સેરવી લીધી તેની સામે કાેઇ જ કાર્યવાહી ન કરાઇ.

અેકાઉન્ટન્ટને પાંચ લાખની રકમ ચુકવાઇ
નગરપાલિકાના અા બેંક ગેરંટી કાૈભાંડમા કાેન્ટ્રાકટર દ્વારા અેકાઉન્ટન્ટને રૂપિયા પાંચ લાખ જેવી રકમ ચુકવાઇ હાેવાનુ કહેવાય છે. ખુદ કર્મચારી દ્વારા બડાઇ હાંકી અા રકમ વિશે ખુલ્લેઅામ વાતચીત કરાતી હતી. તેવી ચર્ચા પાલિકા વર્તુળમા ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...