તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુઝિક થેરાપી:અમરેલીના નર્સિંગ કોલેજ કોવિડ સેન્ટરમાં મ્યુઝિક અને મંત્રોની મદદથી દર્દીઓને ખુશ રાખવાનો પ્રયાસ

અમરેલી3 મહિનો પહેલા
  • નર્સિગ સ્ટાફના લોકોનો અનોખો પ્રયાસ

અમરેલીની નર્સિંગ કોલેજના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ઉત્સાહિત રહે તે માટે નર્સિંગ સ્ટાફ દ્વારા એક નવતર પહેલ કરવામા આવી છે. નર્સિંગ સ્ટાફ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ, ફિલ્મી ગીતો સંભળાવી દર્દીઓે ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. નર્સિંગ સ્ટાફનો વીડિયો વાઈરલ થતા હાલ લોકો તેમના પ્રયાસની સરાહના કરી રહ્યા છે.

કોરોના મહામારીના કારણે હોસ્પિટલો અને દર્દીના નેગેટીવ વીડિયોથી લોકોમાં એક ભયનો માહોલ ઉભો થયો હતો તે માહોલ દૂર કરવા માટે અને કોરોના દર્દી ને સાજા કરવા અને માનસિક રીતે અનેક અફવા ઓ દૂર કરવા આજે પોઝીટિવ પહેલ કરાઈ રહી છે. અમરેલી નર્સિંગ કોવિડ કેર સેન્ટર ખાતે ખાતે હનુમાન ચાલીસા ભજન તેમજ અલગ અલગ પ્રકારના સંગીત ગીતો દ્વારા દર્દી ઓ ને તણાવ મુક્ત કરવા માટે પોઝીટિવ પહેલ કરવામા આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...