ક્રાઇમ:ફોનમાં વાત કરવા મુદ્દે દંપત્તિ અને પુત્ર પર લાકડી વડે હુમલાે

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાબરાના જામબરવાળા ગામની ઘટના
  • 4 શખ્સાેએ માર મારતા પોલીસ ફરિયાદ

બાબરા તાલુકાના જામબરવાળા ગામે રહેતા એક આધેડ તેમજ તેના પત્ની અને પુત્રને અહી જ રહેતા ચાર શખ્સેાએ ફાેનમા વાત કરવા મુદે મનદુખ રાખી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા કનુભાઇ ટપુભાઇ મકવાણા (ઉ.વ.52) નામના આધેડે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના દિકરા વિપુલના ઘરે મણીભાઇ માેહનભાઇ પરમાર, પાર્વતીબેન મણીભાઇ, આરતીબેન અને હિતેષભાઇ મારવા માટે આવ્યા હતા. રાત્રીના સમયે ફાેનમા વાતાે કરવા મુદે મનદુખ રાખી બાેલાચાલી કરી હતી. આ શખ્સાેએ તેના પત્ની અને પુત્ર તેમજ તેમના પર લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...