ક્રાઇમ:રાજુલાના રાભડામાં યુવક પર હુમલો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાઠી તાલુકાના રાભડા ગામે રહેતા એક યુવકને અહી જ રહેતા એક શખ્સે અગાઉની તકરારનુ મનદુખ રાખી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા દામનગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા વિજયભાઇ મુળજીભાઇ પરમાર (ઉ.વ.28) નામના યુવકે દામનગર પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના માેટાભાઇ સાથે અગાઉ જેરામ રાઘવભાઇ પરમારને તકરાર થઇ હાેય તેનુ મનદુખ રાખી જેરામ સામે મળતા માેટર સાયકલ ઉભુ રાખી ગાળાે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...