• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Paresh Dhanani's Attack On BJP, Wrote In Many Incidents From Corona Period To Morbi Disaster, 'Yes, This Gujarat Has Been Created By You'.

આ ગુજરાત મેં બનાવ્યું છે!:પરેશ ધાનાણીનો ભાજપ પર પ્રહાર, કોરોના કાળથી મોરબી હોનારત સુધીની અનેક ઘટનામાં લખ્યું, 'હા, આ ગુજરાત તમેજ બનાવ્યું છે'

અમરેલીએક મહિનો પહેલા

અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી એ ટ્વીટરના માધ્યમથી સરકાર પર આકરા પ્રહારો કર્યો છે. જેમાં તેમને ભાજપના કેમ્પેઇન સામે કોરોના કાળથી લઈ મોરબી હોનારત સુધીની અનેક ઘટનામાં હા, આ ગુજરાત તમેજ બનાવ્યું છે. તેવાં ટ્વીટ કરતાં રાજકારણમાં ચૂંટણીનો માહોલ ઉગ્ર બન્યો છે.

ટ્વીટરના માધ્યમથી સરકાર પર આકરા પ્રહારો કર્યા
રાજ્યમાં જેમજેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમતેમ રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા ઉપર આક્ષેપો કરી શાબ્દિક યુદ્ધ ખેલી રહ્યા છે. તેમાં રાજકીય પક્ષો લોકો વચ્ચે પોતાની શાખ ઉંચી રાખવા અવનવા દાવ પેંચ ખેલી રહ્યા છે. જેમાં ગુજરાત પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્યા પરેશ ધાનાણી રાજકારણના ખેલાડી કહેવાય છે. અમરેલીમાં અનેક દિગ્ગજ નેતાઓને ધાનાણીએ હારનો સ્વાદ ચખાડ્યો છે, ત્યારે આ વર્ષે પણ ચૂંટણીના મતદાન પહેલાં આક્રમક રવૈયા સાથે તેમણે ચૂંટણી પ્રચારનું કેમ્પેઇન શરુ કર્યું છે. જેમાં તેમને ટ્વીટરના માધ્યમથી સરકાર ઉપર પ્રહારો કર્યા છે. જેમાં તેઓ કોરોના કાળથી લઈ મોરબી હોનારત સુધીની અનેક ઘટનામાં ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જોવા મળ્યા છે. તેમજ આ મુદ્દે તેમણે મીડિયાને પ્રતિક્રિયા પણ આપી ભાજપ પર તીક્ષ્ણ પ્રહાર કર્યા છે.

અમરેલીની ચાર બેઠક પર કોંગ્રેસનો કબજો
વિધાનસભા ચૂંટણી-2017માં સૌરાષ્ટ્રમાં અમરેલીની પાંચેય બેઠક ભાજપ પાસેથી આંચકી કોંગ્રેસ એ કબજે કરી લીધી હતી. તે બાદ 2020માં ધારી બેઠકના ધારાસભ્ય જે.વી.કાકડીયા કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને ફરી તેમનો વિજય થયો હતો. ત્યાર બાદ રાજુલા, અમરેલી, સાવરકુંડલા, લાઠી આ 4 બેઠક કોંગ્રેસના કબજામાં છે. તે જાળવી રાખવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...