હુમલો:દેવકામાં માટીના ફેરાનું ભાડું માંગતા યુવક પર કર્યો હુમલો

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

રાજુલા તાલુકાના દેવકામા રહેતા અેક યુવકે માટીના ફેરાનુ ભાડુ માંગતા અહી જ રહેતા અેક શખ્સે તેને પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા ડુંગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા કરશનભાઇ હરજીભાઇ ચાૈહાણ (ઉ.વ.48) નામના યુવકે ડુંગર પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે માણસુર હરસુરભાઇ વાવડીયાઅે પંદરેક દિવસ પહેલા પાેતાની વાડીઅે સિમેન્ટના ભુંગળા નખાવવા માટે માટીના ચાર ફેરા નખાવ્યા હતા. જેથી માટીના ફેરાનુ ભાડુ માંગતા અને અા બાબતે તેણે સરપંચને જાણ કરતા અા શખ્સે ઉશ્કેરાઇ જઇ બાેલાચાલી કરી હતી.

અા શખ્સે લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે નાયબ પાેલીસ અધિક્ષક અાર.ડી.અાેઝા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...