તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જમીનની માંગ કરતા યુવક પર કુહાડી વડે હુમલો, રાવ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખ્સોએ પાઇપ વડે ઇજા પહોંચાડી

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે રહેતા એક યુવકને જમીનની માંગણી કેમ કરે છે કહી ચાર શખ્સોએ ઉશ્કેરાઇ જઇ કુહાડી અને પાઇપ જેવા હથિયારથી મારામારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને મારમાર્યાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે બની હતી. અહી રહેતા મનુભાઇ ગીગાભાઇ મહિડા (ઉ.વ.50) નામના યુવકે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે લાલજી પ્રેમજીભાઇ, વશરામ પ્રેમજીભાઇ અને હરેશ પ્રેમજીભાઇ તેમજ મંગળ બઘાભાઇ નામના શખ્સોએ બાપદાદાની જમીનની માંગણી કેમ કરે છે કહી બોલાચાલી કરી હતી. આ શખ્સોએ કુહાડી અને પાઇપ જેવા હથિયારથી મારમારી ઇજા પહોંચાડી ગાળો આપી હતી.

અન્ય સમાચારો પણ છે...