વિવાદ:ખેતરમાં કેમ પીઢીયો મુક્યો છે કહેતા યુવક પર હુમલો

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 5 શખ્સે છુટા પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડી

ખાંભા તાલુકાના માેટા બારમણમા રહેતા અેક યુવકે તેના ખેતરમા કેમ પીઢીયાે મુકયાે છે કહેતા પાંચ શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ લાેખંડના સળીયા, પાઇપ અને છુટા પથ્થરના ઘા મારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા અરવિંદભાઇ વાલજીભાઇ સુદાણી (ઉ.વ.45) નામના યુવાને ખાંભા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે ખેતરમા કેમ પીઢીયાે મુકી દીધાે છે કહેતા અલ્પેશ હિમત સુદાણી, વિપુલ હિમત, કિશન પ્રફુલ, મનસુખ શામજી અને રમેશ શામજી નામના શખ્સાેઅે તેની સાથે બાેલાચાલી કરી હતી.અા શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ લાેખંડના સળીયા, પાઇપ વડે ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...