બગસરા તાલુકાના જુની હળીયાદમા રહેતા એક યુવકે તેના ઘરની બાજુમા દારૂ વેચવા મુદે ઠપકો આપતા ત્રણ શખ્સોએ તેના પર લોખંડના સળીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.યુવક પર હુમલાની આ ઘટના બગસરાના જુની હળીયાદમા બની હતી. અહી રહેતા મહેશભાઇ મુળજીભાઇ દાફડા (ઉ.વ.35) નામના યુવકે બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘરની બાજુમા પ્રફુલ દાફડા અવારનવાર દારૂ વેચતો હોય તે મુદે ઠપકો આપતા પ્રફુલ તેમજ કલ્પેશ કનુ દાફડા અને સવિતાબેન વિગેરેએ બોલાચાલી કરી હતી.
પ્રફુલ અને કલ્પેશે લોખંડના સળીયા વડે માથામા ઇજા પહોંચાડી હતી. તેમજ તેના માતા મંજુલાબેનને પણ ધક્કો મારી પછાડી દીધા હતા. આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે એએેસઆઇ એમ.કે.રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે. આ બનાવને પગલે શહેરભરમાં ચર્ચા જાગી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.