હુમલો:બાઇક અથડાવા મુદ્દે ઠપકો આપતા યુવક પર હુમલો

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખ્સોએ બોલાચાલી કરી લાકડી વડે પણ મારમાર્યો

અમરેલી તાલુકાના મોટા માંડવડામા રહેતા એક યુવકે બાઇક અથડાવા મુદે ઠપકો આપવા જતા ચાર શખ્સોએ બોલાચાલી કરી પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના અમરેલીના મોટા માંડવડામા બની હતી. અહી રહેતા પ્રવિણભાઇ આલાભાઇ ચાવડા (ઉ.વ.43) નામના યુવાને અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ સાંજના છએક વાગ્યે પોતાના ઘરે જતા હોય ત્યારે તેની સાથે બાઇક અથડાવવા મુદે તેઓ ઠપકો આપવા ગયા હતા. જેને પગલે જસ્મીન નાથાભાઇ ચાવડા, બીપીન નાથાભાઇ, નાથાભાઇ ઉકાભાઇ, મણીબેન નામના શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી હતી. આ શખ્સોએ તેને પાઇપ અને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...