ધમકી:સાવરકુંડલામાં મહિલા પર બરફ કાપવાના આરીયા વડે હુમલો

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ ઘરે આવી મારી નાખવાની ધમકી આપી

સાવરકુંડલામા સંધીચોકમા રહેતા એક મહિલા પોતાના ઘરે હતી ત્યારે તેના પતિએ બરફ કાપવાના આરીયા વડે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

મહિલાને મારમાર્યાની આ ઘટના સાવરકુંડલામા સંધીચોકમા બની હતી. અહી રહેતા રોજીનાબેન મુનીરભાઇ ઝાંખરા (ઉ.વ.24) નામના મહિલાએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન સાતેક વર્ષ પહેલા થયા હતા અને પાછલા દોઢેક વર્ષથી તેના પતિ મુનીર સાથે અણબનાવ હતો. તેનો પતિ મુનીર તેના ઘરે આવ્યો હતો અને હાથમા બરફ કાપવાના આરીયા વડે તેને મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...