સાવરકુંડલા તાલુકાના નાળમા રહેતા એક મહિલાએ પાણીની પાઇપ પર બાઇક નહી ચલાવવાનુ કહેતા અહી જ રહેતા એક શખ્સે તેના પર નિર્લજજ હુમલો કરી મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા વંડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.અહી રહેતા નિમીષાબેન સંજયભાઇ બગડા (ઉ.વ.35) નામના મહિલાએ વંડા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પંચાયતના નળનુ પાણી પાઇપથી ભરી રહ્યાં હતા ત્યારે અહી રહેતા માવજીભાઇ કાનાભાઇ બગડા પોતાનુ બાઇક લઇને અહીથી પસાર થયા હતા.
તેમને પાઇપ પરથી બાઇક નહી ચલાવવાનુ કહેતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. થોડા સમય બાદ તેઓ ઝુંપડામા આવી મહિલાને ગાળો આપી નિર્લજજ હુમલો કરી ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એસ.જે.કામળીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.