મારી નાખવાની ધમકી:પિતાની બીમારીના ખર્ચમાં ભાગ પાડવા મુદ્દે સગા ભાઇ પર હુમલો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાંભા તાલુકાના પીપળવામા રહેતા એક યુવકને તેના પિતાની બિમારીના ખર્ચમા ભાગ પાડવા મુદે તેના જ બે સગા ભાઇઓએ બોલાચાલી કરી પાઇપે વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના ખાંભાના પીપળવામા બની હતી. અહી રહેતા ભગાભાઇ હકુભાઇ વાઘેલા (ઉ.વ.40) નામના યુવકે ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પિતા બિમાર હોય જેથી તેની સારેવારનો ખર્ચ પંદર હજાર થયો હોય જે ખર્ચના ભાઇઓને ભાગ પાડવાનુ કહેતા દિલા હકુભાઇ અને ભરત હકુભાઇએ બોલાચાલી કરી હતી.

બંને ભાઇઓએ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ડી.આર.મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...