ફરિયાદ:કંપનીના નિયમ મુજબ કાર ચેક કરવાનું કહેતા આધેડ પર હુમલો

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોકી વડે માર મારી ઇજા પહોંચાડી, પોલીસ ફરિયાદ

રાજુલા તાલુકાના રામપરા-2મા રહેતા અેક અાધેડ તેમજ ખાનગી કંપનીના સિકયુરીટી ગાર્ડે નિયમ મુજબ કાર ચેક કરવાનુ કહેતા અહી જ રહેતા અેક શખ્સે અાધેડને હાેકી વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપતા તેણે અા બારામા મરીન પીપાવાવ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અાધેડને મારમાર્યાની અા ઘટના રાજુલાના રામપરા-2મા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ,અહી રહેતા કથડભાઇ વાજસુરભાઇ વાઘ (ઉ.વ.60) નામના અાધેડે મરીન પીપાવાવ પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે કાળુભાઇ કથડભાઇ વાઘ પાેતાની કાર નંબર જીજે 14 અેપી 7760ને અાધેડ તેમજ ખાનગી કંપનીના સિકયુરીટી ગાર્ડ અટકાવી ચેક કરવાનુ કહેતા કાળુભાઇઅે સિકયુરીટી ગાર્ડને ગાળાે અાપી હતી.

અા ઉપરાંત તેમણે ઉશ્કેરાઇ જઇ હાેકી વડે અાધેડને મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.કે.મકવાણા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...