અનેક વખત રજુઆત:રાજુલામા બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના એટીએમ બંધ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલામા આવેલ બેંક ઓફ ઇન્ડિયા તેમજ બેંક ઓફ સૌરાષ્ટ્રના એટીએમ મોટાભાગે બંધ હાલતમા રહેતા હોય શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાથી આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ અંગે અનેક વખત રજુઆત પણ કરવામા આવી છે. શહેરમા બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ સૌરાષ્ટ્રના એટીએમ કાયમી બંધ હાલતમા જોવા મળી રહ્યાં છે.

શહેરી અને ગ્રામિણ વિસ્તારના લોકોને ઇમરજન્સીમા નાણા મેળવવા અહી ધરમના ધક્કા થઇ રહ્યાં છે. જેના કારણે ગ્રાહકોમા રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર એટીએમમા નાણા ખુટી પડે છે જેથી હવે ગ્રાહકો પણ કંટાળી ગયા છે.

અહી આવતા ગ્રાહકોને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો હોય ગ્રાહકો જણાવી રહ્યાં છે કે હવે આ બંને એટીએમ કા તો કાયમી બંધ કરી દેવામા આવે અથવા બંને એટીએમ નિયમીત શરૂ રહે અને નાણા ખુટી ન પડે તેવી વ્યવસ્થા કરવામા આવે તેવુ ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...