ધરપકડ:રોજના ત્રણ ટકા વ્યાજની લાલચે રૂા. 15.58 લાખ પડાવનાર શખ્સ ઝડપાયો

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ગોખરવાળાના ખેડૂતને ફ્રોડ એપ્લિકેશનમા રોકાણ કરવા લાલચ આપી હતી

અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામના ખેડૂતને તેના જ ગામના એક શખ્સે ફ્રોડ એપ્લિકેશનમા ઉંચા વળતરની લાલચે 15.58 લાખનુ રોકાણ કરાવી છેતરપીંડી આચરતા સાયબર પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે.

સાયબર ફ્રોડની આ ઘટના અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામના ઘનશ્યામભાઇ અરજણભાઇ સાથે બની હતી. જેમની સાથે તેમના જ ગામના અને હાલમા સુરતમા રહેતા મહેશ વલ્લભભાઇ વોરા નામના શખ્સે આ છેતરપીંડી આચરી હતી. આ અંગે તેમણે અહીના સાયબર ક્રાઇમ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

આ શખ્સે ઘનશ્યામભાઇને એફવીપી ટ્રેડ નામની ફ્રોડ એપ્લિકેશનમા દરરોજ બે થી ત્રણ ટકા જેટલુ ઉંચુ વ્યાજ અપાવવાની લાલચ આપી હતી અને તેમની પાસે કટકે કટકે 15.58 લાખનુ રોકાણ કરાવડાવી છેતરપીંડી આચરી હતી. જેની આજે સુરત મુકામેથી ધરપકડ કરવામા આવી હતી.

વધુને વધુ સભ્યો બનાવવાની સ્કીમ
આ ફ્રોડ એપ્લિકેશન ઉંચા વ્યાજની લાલચ ઉપરાંત પોતાના હાથ નીચે વધુને વધુ સભ્યો બનાવડાવી તેમની પાસે રોકાણ કરાવડાવી વધુ કમીશન આપવાની લાલચ આપતી હતી.

અન્ય સમાચારો પણ છે...