તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મધરાતે રીક્ષા ચાલકને માર મારી રૂપિયા 1900ની લૂંટ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાકિયા નજીકના પાટિયા પાસેની ઘટના

ધારી અમરેલી રાેડ પર વાંકીયા ગામના પાટીયા પાસે ગઇરાત્રે ત્રણ લુખ્ખા તત્વાેઅે રીક્ષા ચાલકને માેટર સાયકલ અાડુ નાખી અાંતરી અાડેધડ મારમારી રૂપિયા 1900ની લુંટ ચલાવી હતી. ઉપરાંત અેક ખાનગી બસ રાેકાવી તેના કલીનર ડ્રાઇવરને પણ લુંટવાની કાેશિષ કરતા અા અંગે તાલુકા પાેલીસમા ફરિયાદ નાેંધાઇ છે.

રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકાેને લુંટી લેવા તથા તેની પાસેથી નિયમીત રીતે રાેકડ મળતી રહે તે માટે ધાક જમાવવા વાંકીયાના ત્રણ અસામાજીક તત્વાેઅે ગઇરાત્રે રીતસર અાતંક મચાવ્યાે હતાે. પ્રાપ્ત વિગત મુજબ, મુળ ધારી તાલુકાના દુધાળા ગામના અને હાલમા અમદાવાદમા ગાેતા વિસ્તારમા રહેતા મુકેશભાઇ બાવચંદભાઇ પરમાર (ઉ.વ.37) નામનાે યુવાન અા લુંટનાે ભાેગ બન્યાે હતાે. ગઇરાત્રે સવા દસેક વાગ્યાના સુમારે અા યુવાન પાેતાની છાેટા હાથી રીક્ષા લઇ મિત્રની વાડીઅેથી મગ અને ચણા ભરી અમરેલી યાર્ડમા અાવવા માટે નીકળ્યાે હતાે. તે જયારે વાંકીયા ગામના પાટીયા પાસે પહાેંચ્યાે ત્યારે ત્રણ શખ્સાેઅે માેટર સાયકલ અાડુ નાખી તેનુ વાહન અટકાવ્યું હતુ.

અેક લુંટારૂઅે હુ વાંકીયાનાે શકિત મંગળુ વાળા છુ અને અા મારા માણસાે જયદીપ અને સુરેશ છે. તેમ કહી રીક્ષાના કાચને પાઇપનાે ઘા મારી મુકેશભાઇને બળજબરીથી બહાર ખેંચ્યા હતા અને તેની પાસેથી રૂપિયા 1500 તથા રીક્ષામા તેની સાથે અાવેલા કિશાેર પાસેથી રૂપિયા 400 લુંટી લીધા હતા અને પાેલીસને જાણ કરીશ તાે મારી નાખીશ તારે વળતા અહીથી જ નીકળવાનુ છે તેવી ધમકી અાપી હતી. ત્યારબાદ ચલાલા તરફથી રામદેવ ટ્રાવેલ્સ નામની બસ અાવતા તેને અટકાવી તેના ડ્રાઇવર અને મહેતાજી સાથે પણ મારકુટ કરી લુંટ કરવાની કાેશિષ કરી હતી.

જાે કે બંનેઅે પૈસા અાંચકવા ન દીધા હતા. ઘાયલ મુકેશભાઇને સારવાર માટે દવાખાને ખસેડાયા બાદ તેણે અા અંગે તાલુકા પાેલીસ મથકે દાેડી જઇ શકિત મંગળુ તથા જયદીપ અને સુરેશ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાેંધાવવામાં આવી હતી.

અહીથી નિકળવાના પૈસા અાપવા પડશે
ત્રણેય લુંટારૂઅાેઅે દાદાગીરીની હદ વળાેટી રીક્ષા ચાલકને અેવુ કહ્યું હતુ કે અા રસ્તા પરથી પસાર થવુ હાેય તાે તારે મને નિયમીત પૈસા અાપવા પડશે. અમારા ત્રણેયને માેઢા જાેઇ લે, અમે તને ગમે ત્યારે રાેકીશું.

અન્ય સમાચારો પણ છે...