કપાસની આવક:અમરેલી યાર્ડમાં કપાસનો મણ દીઠ ભાવ પ્રથમ વખત 2800 પર પહોંચ્યો

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ દિવસમાં 7800 મણ કપાસની આવક : માર્કેટમાં કપાસના ભાવમાં તેજીથી ખેડૂતો રાજી રાજી

અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો પ્રતિ મણનો ભાવ પ્રથમ વખત રૂપિયા 2800 પર પહોંચ્યો હતો. અહી એક જ દિવસમાં 7800 મણ કપાસની આવક થઈ હતી. અત્યારે કપાસની આવકમાં ઘટાડો થયો છે. ત્યારે કપાસના ભાવમાં એકદમ તેજી જોવા મળી હતી. અમરેલી માર્કેટ યાર્ડમાં સાવર ગામના ખેડૂતના કપાસ આજે રૂપિયા 2800માં પ્રતિ મણ વેચાયા હતા.જિલ્લામાં ઓણસાલ કપાસનું સૌથી વધારે વાવેતર થયું હતું. ચાલુ વર્ષે કપાસના ભાવે ખેડૂતોને રાજી રાજી કરી દીધા હતા. સાથે સાથે કપાસમાં ઉત્પાદન પણ સારૂ જોવા મળ્યું હતું. અમરેલી માર્કેટ યાર્ડમાં આજે કપાસનો પ્રતિ મણનો રેકોર્ડબ્રેક ભાવ નોંધાયો હતો.

માર્કેટ યાર્ડના આસીસ્ટન સેક્રેટરી ડી.કે. દેસાઈએ જણાવ્યું હતું કે અહી 7800 મણની આવક નોંધાઈ હતી. અહી કપાસનો રૂપિયા 1425 થી 2800 સુધી ભાવ રહ્યો હતો. તો સરેરાશ ભાવ રૂપિયા 2345 રહ્યો હતો. માર્કેટ યાર્ડમાં આજે સાવર ગામના મનસુખભાઈ પાઘડાળનો 31 મણ અને 6 કિલાે પ્રતિ મણ રૂપિયા 2800માં વેચાયા હતા.

ગઈકાલે માર્કેટ યાર્ડમાં કપાસનો પ્રતિ મણનો ઉંચો ભાવ રૂપિયા 2727 રહ્યો હતો. અમરેલીમાં કપાસનો પ્રથમ વખત ભાવ 2800 પર પહોંચી ગયો હતો. પણ અત્યારે માર્કેટમાં કપાસની આવકમાં ઘટાડો થયો છે. મોટાભાગના ખેડૂતોએ ખેતરમાંથી કપાસનું વાવેતર હટાવી દીધું છે. અત્યારે જે કપાસ આવે છે. તે પાછાેતરા કપાસની આવક થઈ રહી છે. કપાસના ભાવમાં તેજીથી જગતનો તાત રાજી રાજી થયો હતો.

1 સપ્તાહમાં માર્કેટમાં કપાસનાે શું ભાવ રહ્યો ?
તારીખ આવક નીચાે ભાવ ઉંચો ભાવ

6 મે 923 1375 2629
7 મે 595 1365 2660
9 મે 1081 1455 2648
10 મે 1047 1400 2670
11 મે 1209 1500 2752
12 મે 1253 1450 2727
13 મે 1564 1425 2800

અન્ય સમાચારો પણ છે...