વરસાદની રિ-એન્ટ્રી:અમરેલી જિલ્લામાં વિરામ બાદ ફરી ધારી, રાજુલા પંથકમાં વરસાદ વરસ્યો, ગોરડકામાં વીજળી પડતા બળદનું મોત

અમરેલી17 દિવસ પહેલા
  • રાજુલા શહેર અને આસપાસના ગામડામા વરસાદી જાપટા પડ્યા
  • સુખપુર, કાંગસા સહિત આસપાસના ગીર પંથકના ગામડામાં વરસાદી પાણી ભરાયા

અમરેલી જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ આજે રવિવારે ફરી ધારી, રાજુલા પંથકમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. સાવરકુંડલા તાલુકાના ગોરડકા આસપાસના ગામડામાં વરસાદી માહોલ વચ્ચે ગુણાભાઈ હડિયાની વાડીમાં વીજળી પડતા એક બળદનું મોત થયું હતું. જેથી ખેડૂત પરિવાર ચિંતામાં મુકાયો હતો.

અમરેલી જિલ્લામાં થોડા દિવસો પહેલા અતિભારે વરસાદ પડ્યો હતો. જેથી કેટલાક તાલુકામાં નુકસાન પણ થયું હતું. જિલ્લામાં ભારે વરસાદને લઈ ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. ત્યારે જિલ્લામાં વિરામ બાદ ફરી આજે રવિવારે વરસાદી માહોલ જામ્યો છે. ધારી પંથકમાં વરસાદ પડ્યો હતો. તેમજ સુખપુર, કાંગસા સહિત આસપાસના ગીર પંથકના ગામડામા વરસાદના કારણે પાણી ભરાયું હતું. આ ઉપરાંત રાજુલા શહેર અને આસપાસના ગામડામા વરસાદી જાપટા પડ્યા હતા. જેના કારણે વરસાદી માહોલ બરાબર જામ્યો હતો. જોકે, ખેડૂતો હાલ મેઘરાજા હવે ખમૈયા કરે તેવી કુદરત સમક્ષ પ્રાર્થના કરી રહ્યાં છે.

સાવરકુંડલા તાલુકાના ગોરડકા આસપાસના ગામડામાં વરસાદી માહોલ વચ્ચે ગુણાભાઈ હડિયાની વાડીમાં વીજળી પડતા એક બળદનું મોત થયું હતું. જેથી ખેડૂત પરિવાર ચિંતામાં મુકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...