હુમલો:મજુરીના આપેલ પૈસામાં ભૂલ છે કહી યુવક પર પાઇપથી હુમલો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 શખ્સે વાડીએ ધસી આવી મારી નાખવાની ધમકી આપી

ધારી તાલુકાના ડાભાળીમા રહેતા એક યુવકને ચાર શખ્સોએ મજુરીના આપેલ પૈસામા ભુલ છે કહી વાડીએ ધસી આવી લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના ધારીના ડાભાળીમા બની હતી. પ્રાપ્ત વિગતમ મુજબ, અહી રહેતા અરવિંદભાઇ જેરામભાઇ બાબરીયા (ઉ.વ.38) નામના યુવાને ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની જીરા ગામેથી ધારગણી ગામ જવાના રસ્તે વાડી આવેલી છે. જીરા ગામના સાગર નગા આલ અને મહેશ મગન આલ નામના શખ્સોએ કહેલ કે તમે અગાઉ જે અમે મજુર લાવ્યા હતા તેના મજુરીના પૈસામા ભુલ છે જેથી કહેલ કે જે હશે તે તમને આપી દઇશ.

બાદમા આ શખ્સો જતા રહ્યાં હતા. અરવિંદભાઇ તેની વાડીએ હતા ત્યારે મોટર સાયકલ પર સાગર ભવાન આલ, પરબત શેફા આલ, મહેશ મગન આલ અને સાગર નગા આલ ત્યાં ધસી આવ્યા હતા અને બોલાચાલી કરી લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ડી.એમ.રામાણી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...