ક્રાઇમ:હામાપરમાં પ્રેમલગ્ન મુદ્દે આધેડ પર ધોકા વડે હુમલો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

બગસરા તાલુકાના હામાપર ગામે રહેતા એક આધેડના પુત્રએ પંદરેક દિવસ પહેલા એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોય આ મુદે મનદુખ રાખી એક શખ્સે તેના પર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

આધેડને મારમાર્યાની આ ઘટના બગસરા તાલુકાના હામાપર ગામે બની હતી. અહી રહેતા પ્રવિણભાઇ જીવનભાઇ મારૂએ બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પુત્ર કમલેશે તેમની જ જ્ઞાતિના પ્રવિણ નાથાભાઇ અમરેલીયાની પુત્રી સાથે પંદરેક દિવસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. જે મુદે મનદુખ રાખી તેમણે બેાલાચાલી કરી હતી. પ્રવિણભાઇએ ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકા વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે બગસરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...