મુશ્કેલીમાંથી છુટકારો:જિલ્લામાં 13.15 કરોડના ખર્ચે 4 કાચા રસ્તા પર ડામર પથરાશે

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં કાચા રસ્તા હવે પાકા બનવા જઇ રહ્યા છે
  • જામબરવાળાથી હીરાણા અને એપ્રોચ રોડ પર રીસર્ફેસીગ કરાશે

અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 13.15 કરોડના ખર્ચે ચાર કાચા રસ્તા પર ડામર પથરાશે. જામબરવાળાથી હીરાણાનો ચાર કિલોમીટરના રોડ અને હીરાણાથી ત્રણ કિલોમીટરના એપ્રોચ રોડ પર રીસર્ફેસીગ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કાચા રસ્તા હવે પાકા બનવા જઈ રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોને તેમજ ગ્રામ્યજનોને આગામી દિવસોમાં મુશ્કેલીમાંથી છુટકારો મળશે.

બાબરાના નાની કુંડળથી ઈતરીયા સુધીનો ચાર કિલોમીટરનો રોડ 545 લાખ, સાવરકુંડલાના શેલણાથી ગારીયાધાર સુધીનો બે કિલોમીટરનો રોડ 200 લાખ, બાઢા થી મોટા જીજુડા સુધીનો ચાર કિલોમીટર રસ્તો 330 લાખ અને નવી કાત્રોડી થી જુની કાત્રોડી સુધીનો બે કિલોમીટરનો માર્ગ પર 100 લાખના ખર્ચે ડામર પાથરવામાં આવશે. આ તમામ રસ્તા કાચા હતા. જેના કારણે લોકોને હાલાકી વેઠવી પડતી હતી. ત્યારે અહી કાચા રોડ પર ડામરની કામગીરી થશે.

બીજી તરફ બાબરાના જામબરવાળાથી હીરાણા સુધીનો ચાર કિલોમીટર સુધીનો 80 લાખ અને લાઠીના હીરાણામાં ત્રણ કિલોમીટરનો અપ્રોચ રોડ પર 60 લાખના ખર્ચે રીસર્ફેસીગ કરાશે. નવા રસ્તા માટે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ અમરેલી સસદીય વિસ્તારમાં 13.15 કરોડ મંજુર કરતા સાંસદ નારણભાઈ કાછડીયાએ તેમના આ નિર્ણયને આવકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...