સંમેલનનુ આયોજન:આશાવર્કરોએ અંતરિયાળ ગામોમાં પહોંચી આરોગ્યની યોજનાઓ વિશેે જાણકારી આપી

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલામાં આશાવર્કરોનંુ સંમેલન યોજાયંુ

આરોગ્યની કામગીરી માટે સેતુરૂપ તેમજ છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ પહોંચાડતા આશાવર્કરોની કામગીરીને બિરદાવવા સંમેલનનુ આયોજન કરવામા આવ્યું હતુ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રશ્મિકાંત જોષીના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના આશાવર્કરોનુ સંમેલન ગાયત્રી મંદિર ખાતે યોજવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા ડો.એ.એસ.સાલવી દ્વારા આશા બહેનોને લગતી કામગીરીની પુરતી સમજણ આપી તમામને પ્રોત્સાહિત કર્યા હતા.

આશાવર્કરો અંતરીયાળ ગામોમા પહોંચી લોકોને આરોગ્યની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરે છે તેમ ડો.એન.વી.કલસરીયાએ જણાવ્યું હતુ. માતા અને બાળ આરોગ્ય સહિતની વિવિધ સેવાઓ તેમજ આરોગ્યના તમામ કાર્યક્રમોમા જન સમુદાયના પ્રતિનિધી તરીકે પ્રસંશનીય પાયાના કાર્યકર તરીકે કામગીરી કરનાર 18 આશાવર્કરોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામા આવ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન ડો.એન.વી.કલસરીયા સહિત ટીમ દ્વારા કરવામા આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...