• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • As The Forest Guard Strike Continues, The Striking Employees Of Three Districts Of Saurashtra Have Been Ordered To Deposit Government Equipment In The Range.

સરકારનું કડક વલણ:વનરક્ષકની હડતાળ લંબાતા સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના હડતાળ પર ગયેલા કર્મચારીઓને સરકારી સાધનો રેન્જમાં જમા કરાવવા આદેશ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી સાધનો જમા કરાવવા આદેશ મળતા વનકર્મીઓમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા
  • હડતાળ વધુ આગળ લઈ જવા ખાનગી રાહે બેઠકો શરૂ કરી

રાજય સરકાર સામે વનરક્ષકો દ્વારા તેમના ગ્રેડ પે પગાર-ભથ્થા સહિતની વિવિધ માંગને લઈ રાજય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. કોઈ પરિણામ નહિ મળતા રાજયભરમાં વનવિભાગના ફોરેસ્ટર રાઉન્ડ ગાર્ડ સહિત કર્મચારીઓ હડતાળ કરી રજા ઉપર ઉતરી ગયા છે. જેના કારણે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી,જૂનાગઢ, ગીર સોમનાથ આ જીલામાં વધુ મુશ્કેલી ઉભી થઇ છે. જ્યાં ગીર જંગલ અને રેવન્યુ વિસ્તાર મોટો છે. સિંહો ,દીપડા સહિત વન્યપ્રાણીનો મોટા પ્રમાણમાં વસવાટ છે. ઉપરાંત ગીર જંગલો સૌવથી મોટા અહીં આવેલા છે જેના કારણે હાલ જંગલોમાં પેટ્રોલિંગ વન્યપ્રાણી ઉપર મોનીટરીંગ પણ બંધ થયા છે વન્યપ્રાણીઓ પશુઓ ના મારણ કરે તેની માટેની કાર્યવાહી કામગીરી માટેની સતા મોટાભાગની ટ્રેકરોને સોંપી દેવાય છે હડતાળ મુદ્દે વનકર્મીઓ લડી લેવાના મૂડમાં હોવાને કારણે ઉચ્ચ કક્ષાએથી એક મહત્વ પૂર્ણ નિર્ણય આવતા ફરી ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે.

સરકારી સાધનો જમા કરાવવા આદેશ આપ્યા
વનવિભાગના રાઉન્ડ ફોરેસ્ટરો,બીટ ગાર્ડ સહિત વનકર્મીઓ હડતાળ પાડી રજા ઉપર ઉતરી ગયા બાદ મામલો થાળે નહિ પડતા ઉચ્ચ કક્ષાએથી આ કર્મચારીઓ પાસે રહેલા સરકારી વાહનો વોકીટોકી,તમામ સરકારી સામગ્રી રેન્જ કચેરીમાં જમા કરાવી દેવા માટેના આદેશ લેખિતમાં આપી દેતા વનકર્મીઓમાં ફરી ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. તેની સામે હવે વનરક્ષકો દ્વારા અલગ અલગ ખાનગી બેઠકો શરૂ કરાઇ છે રાજય સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય ન આવે ત્યાં સુધી હડતાળ વધુમાં વધુ આગળ કેવી રીતે લઈ જવી તેને લઈ રણનીતિ માટે બેઠકો શરૂ કરાઇ છે 24 કલાકમાં વનકર્મીઓ સામે આવી શકે છે.

RFO કક્ષાના ઓફિસરોએ આડકતરી રીતે સોશ્યલ મીડિયા ઉપર સમર્થન આપ્યું
હાલ તમામ રેન્જમા RFO કક્ષાના રેન્જ ફોરેસ્ટર ઓફિસર હોય છે તેમને પણ સોશ્યલ મીડિયાના ટેટટ્સ રાખી આડકતરી રીતે ગોળ ગોળ રીતે પંક્તિઓ મૂકી ફોરેસ્ટરો ને સમર્થન આપી રહ્યા છે જેના કારણે વનકર્મીઓનો ઉત્સાહ પણ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...