તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી સેવા:કોરોના કાળમાં લીમડાના ગળાની માગ વધતા અમરેલીના બે યુવાનોએ નિઃસ્વાર્થ ભાવે સેવાયજ્ઞ શરૂ કર્યો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી સમયે વિકટ કપરી સ્થિતિ વચ્ચે માનવ સેવા પણ સૌરાષ્ટ્રના લોકો એ કરી બતાવી છે. આ મહામારી સમયે કોરોનામા લીમડાનો ગળો પીવાથી ફાયદો થતો હોવાનું લોકો માની રહ્યા છે. ત્યારે અમરેલીના ખાંભાના ઇંગોરાળા ગામમાં રહેતા બે સગાભાઈઓએ લોકોને લીમડાનો ગળો મળી રહે તે માટે સેવાયજ્ઞ શરૂ કર્યો છે.

માનવ સેવા સેવા માટે તેમણે એક સોશ્યલ મીડિયા પર મેસેજ વાયરલ કર્યો તેમાં તેમના કોન્ટેક નંબર હતા જેના કારણે સેંકડો લોકોએ તેમના નામ નંબર સેન્ડ કરતા તેમને સ્વખર્ચ એ સેવા શરૂ કરી છે. આ બંને યુવાનો ઈંગોરાળા ગામના વતની છે ખાંભામાં ઇલેકટ્રીકની દુકાન ચલાવે છે. જ્યારે 15 દિવસ ખાંભા કન્ટેઈમેઇન ઝોનમાં હતું. જેના કારણે તેમની દુકાન બંધ રહેતા તેમને ખરા અર્થમાં સેવા કરી બતાવી છે.

રાકેશભાઈ અને હરેશભાઇ ઝાઝમેરા આ બંને ભાઈઓ દ્વારા હાથ મેહનત કરી સેવા યજ્ઞ શરૂ કર્યો છે. તેઓને ગુજરાત ના અનેક જિલ્લાઓ માંથી કોલ મેસેજ આવ્યા અને વિનામૂલ્ય તેમને કુરીયર કરી પેકેટ તૈયાર કરી પોહચાડી રહ્યા છે. હાલમા પણ આ મુહિમ શરૂ રખાય છે જ્યારે છેલ્લા 15 દિવસમા 3700 લોકો એ ટેલિફોનિક સંપર્ક કરી તેમના એડર્સ પર મોકલી આપ્યો છે અનેક લોકો ઘરે બેઠા કુરીયર દ્વારા પાર્સલ ઘર બેઠા મેળવી રહ્યા છે જ્યારે મુંબઈના લોકો પણ હવે મંગાવી રહ્યા છે અને આ સેવાકીય જ્યોત ને વેગ મળી રહ્યો છે આ એક દેશી આયુર્વેદિક દવા માની રહ્યા છે.

હરેશભાઇ ઝાઝમેરા નો ટેલીફોનિક સંપર્ક કરતા કહ્યુ પ્રથમ તો અમે મેસેજ વાયરલ કર્યો ત્યારબાદ 2 દિવસમા 500 લોકો એ મેસેજ કર્યા લીમડા ગળો મોકલો અને પછી હું અને મારો ઘરના પરિવાર દ્વારા ઘરે પેકિંગ કર્યું કટિંગ કરવા કેટલાક મિત્રો એ મદદ કરી રહ્યા છે 15 દિવસમા 3700 જેટલા પાર્સલ અમો એ મોકલી આપ્યા છે.

આ લીમડા નો ગળો(ગિલોઇ) જે રાતે પાણીમાં લોકો ઉકાળી દે છે સવારે આ લીમડાનો ઉકાળો લોકો પીવે છે જેના થી રોગપ્રતિકાર શક્તિ વધે છે તેને લઈ ને લોકો આ બંને યુવાનો પાસે થી પાર્સલ મંગાવી રહ્યા છે વિનામૂલ્ય આ પરિવાર હાથે મહનેત કરી રેવન્યુ વિસ્તારમાંથી લઈ આવે છે અને ઘરે પાર્સલ કરે છે.

કોરોના મા બને સગા ભાઈ ઓ એ સેવાકરી બતાવી
કોરોના મા બને સગા ભાઈ ઓ એ સેવાકરી બતાવી
અન્ય સમાચારો પણ છે...