તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • As Soon As Summer Arrives, Water Shortage In Jafrabad Taluka, Farmers Have Submitted To The Authorities To Fill The Check Dam With Water.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:ઉનાળો આવતાં જ જાફરાબાદ તાલુકામાં પાણીની તંગી, ખેડૂતો દ્વારા ચેક ડેમ પાણીથી ભરવા અધિકારીઓને રજુઆત કરાઇ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળો આવતાં તળાવો અને ચેકડેમ સહિત પાણીના સ્ત્રોતો હવે ખાલી થવા લાગ્યા છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ નજીક ચિંચાઈ રાયડી ડેમ યોજનામાં નિચાણ વાળા ત્રણ ડેમો અને ત્રણ તળાવ ખેડૂતોના પાક માટે પાણીથી ભરવા બાબતે રજૂઆતો કરાઇ છે.

ઉનાળો આવતાંની સાથે જ આ ચેક ડેમો અને તળાવો ખાલી થયા છે. જેના કારણે આ વિસ્તારમાં બાગાયતી ખેતી સહિત વિવિધ પ્રકારના પાકને બચાવવા માટે ખેડૂતો અને ગ્રામ જનો દ્વારા રજૂઆતો કરાઇ છે સાથે નાગેશ્રી, મીઠાપુર, બારમણ અને આસપાસના અનેક ગામના લોકો દ્વારા ચિંચાઈ વિભાગ, મામલતદાર, ધારાસભ્ય, સાંસદ સહિત ના અધિકારીઓને રજુઆતો કરાઇ છે.

ડેમ તળાવો નહીં ભરાય તો ખેડુતોનો પાક નહીં બચે:અગ્રણીનાગેશ્રી ગામના અગ્રણી વિજય વરૂએ જણાવ્યું હતું કે, નાગેશ્રી ગ્રામજનો દ્વારા રજુઆત કરાઇ છે. સાથે અમારી આસપાસના ગામના લોકો દ્વારા પણ રજૂઆતો કરાઇ છે. તળાવો ચેક ડેમ ભરાય તો ખેડુતોના પાકને ખૂબ મોટો ફાયદો થાય તેમ છે. જો ડેમ તળાવો નહીં ભરાય તો ખેડુતોનો પાક નહીં બચે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો